________________
(
અહંદુ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
||
અભિમાની રાવણ ગયો રે, જગ જશ લેઈ ગયા રામ; આખર જાવું એકલું રે, અવસર પચે જામ. ૬ એકાકી પણું આદર્યું રે, મુક્યું મિથિલાનું રાજ; વલય દષ્ટાન્ત બુઝિયો રે, ત્યાગી થયો નમીરાય. ૭
E (૮૧) એકત્વ ભાવનાની સઝાય ,
સગું તારૂં કોણ સાચું રે, સંસારિયામાં ૧. પાપનો તો નાખ્યો પાયો, ધરમમાં તું નહીં ધાયો, ડાહ્યો થઈને તું દબાયો રે. સંસારિયામાં) ૨. કુડુંકડું હેત કીધું, તેને સાચું માની લીધું, અંતકાળે દુ:ખ દીધું રે, સંસારિયામાં) ૩. વિસવાસે વહાલા કીધા, પિયાલા ઝેરના પીધા, પ્રભુને વિસારી દીધા રે. સંસારિયામાં ૪. મનગમતામાં મહાલ્યો, ચોરને મારગ ચાલ્યો, પાપીઓનો સંગ ઝાલ્યો રે. સંસારિયામાં) ૫. મુખ બોલ્યો મીઠી વાણી, ધન કિધું ધૂળ ધાણી, જીતી બાજી ગયો હારી રે, સંસારિયામાં) ૬. ઘરને ધંધે ઘેરી લીધો, કામિનીએ વશ કીધો, ઋષભદાસ કહે દગો દીધો રે, સંસારિયામાં) ૭.
ક (૮૨) શ્રી ગર્વની સઝાય , ગર્વ ન કરશો રે ગાત્રનો, આખર એ છે અસાર રે; રાખ્યું કોઈનું રે નવિ રહે, કર્મ ન ફરે કિરતાર રે. ગર્વ૧ સડણ પડણ વિધ્વંસણો, જેહવો માટીનું ભાંડ રે; ક્ષણમાં વાગે રે ખોખરૂં; તે કેમ રહેશે અખંડ રે. ગર્વ૦ ૨ મુખને પૂછીને રે જે જમે, પાન ખાય ચૂંટી ચૂંટી ડીંટ રે; તે મુખ બંધાણા ઝાડવે, કાગડા ચરકતા વિષ્ટ રે. ગર્વ. ૩ મુખ મરડે ને મોજો કરે, કામિની શું કરે કિલોલ રે; તે જઈ સુતા મસાણમાં, મોહ-મમતાને મેલી રે. ગર્વ. ૪ ચિંહુ દિશિ ખેલંતા, નરનારી લખ કોડ રે, જઈ સૂતા સમશાનમાં, ઘન કણ કંચન છોડ રે. ગર્વ૦
૪૩૬F