________________
પૂર્વાચાર્યો કૃત સઝાય સંગ્રહ
ઉંચી મેડી ને અજબ ઝરૂખાં, ગોખ તણો નહિ પાર; લખપતિ છત્રપતિ ચાલ્યા ગયા, તેના બંધ રહ્યાં છે બાર. ૨ ઉપર ફુલડાં ફરહરે ને, બાંધ્યા શ્રીફળ ચાર; ઠાક ઠીક કરી એને ઠાઠડીમાં બાંધ્યો, પછી પૂંઠે તે લોક પોકાર. ૩ શેરી લગે જબ સાથે ચલેંગી, નારી તણો પરિવાર; કુટુંબ કબીલો પાછો ફરીને, સહુ કરશે ખાન પાન. ૪ સેજ તલાઈ વિના નવિ સૂતો, કરતો ઠાઠ હજાર; સ્મશાને જઈ ચેહમાં સુવું, ઉપર કાષ્ટના ભાર. ૫ અગ્નિ મૂકીને અળગાં રહેશે, ત્યારે વરસશે અંગાર; ખોળી ખોળીને બાળશે, જિમ લોઢું ગાલે લુહાર. ૬ સ્નાન કરીને ચાલીયા, સાથે મળી નરનાર; દસ દિવસ રોઈને રહેશે, પછી મુકશે વિસ્તાર. ૭ એવું જાણીને ધર્મ કરીલે, કરીલે પર ઉપગાર; સત્ય શિયળ પામીશ જીવડાં, શીવતરૂ ફલ સહકાર. ૮
= (૮૦) વૈરાગ્યની સઝાય . આવ્યો પ્રાણી એકલો રે, પરભવ એકલો જાય; પુન્ય પાપ દોનો સાથ ચલેરે, સ્વજન ન સાથી થાય. ૧ માલ રહે ઘર સ્ત્રી વળે રે, પોળે વળાવી કંથ; સ્વજન વળે રમશાનથી રે, પ્રાણ ચલે પરપંથ. ૨ સ્વારથી આ મેળાવડો રે, સ્વજન કુટુંબ સમુદાય; સુખ દુઃખ સહે જીવ એકલો રે, કુળમાં નહિ વહેંચાય રે. ૩ પ્રાણ ભોગ લખ આપીને રે, પૃથ્વી કરી નિજ હાથ; ચક્ર હરી ગયા એકલા રે, પૃથ્વી ન ગઈ તસ સાથ. ૪ લખપતિ છત્રપતિ સૌ ગયા રે, ઋદ્ધિ ન ગઈ તસ સાથ; હાક સુણી જન થર થરે રે, તે ગયા ઠાલે હાથ. ૫
૪૩પ