________________
અર્વગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા સુગુણા સાથે હો પ્રીતડી, દિન દિન અધિકી હો થાય; બેઠો રંગ મજીઠનો, કદીયે અટકી ન જાય. આંબો૦ ૩ નેહ વિણા રે માણસો, જેહવા આવળ ફુલ; દીસતા રળીયામણા, પણ નવિ પામે હો મૂલ્ય. આંબો૦ ૪ કોયલડી ટહુકા કરે, આંખે લટકેરે લૂંબ સ્થૂલિભદ્ર સુરતરૂ સરિખા, કોશ્યા કણપર કંબ. આંબો) ૫ સ્થૂલિભદ્ર કોશ્યાને બુઝવી, દીધું સમકિત સાર; રૂપવિજય કહે શીલથી, લહીએ સુખ અપાર. આંબો) ૬
(૭૮) શ્રી આત્મજ્ઞાનની સઝાય gi શી કહું કથની હું મારી, વીર શી કહું કથની હું મારી; જન્મ પહેલાં મેં આપની પાસે, કીધો છે કોલ કરાર; અનંતા જન્મના કર્મ મીટાવવા, મનુષ્ય જન્મ મેં દીલધારી. શી. ૧ સંસાર વાયરાની લહેર થકી હું, વિસર્યો છું આજ્ઞા તુમારી; બાળપણમાં હું રહ્યો અજ્ઞાની, મનુષ્યજન્મ ગયો ભવહારી. શીવે ૨ જોબન વયમાં વિષય વિકારી, રાચી રહ્યો હું દીલધારી; ધન ન પામ્યો ધર્મ ન સાધ્યો, ધર્મને મેલ્યો મેં વિસારી. શીવ ૩ જોત જોતામાં ઘડપણ આવ્યું, શક્તિ ગઈ સહુ મારી; ધન દોલતની આશાએ વળગ્યો, ગયો મનુષ્યભવ હારી. શી. ૪ ભરત ભૂમિ મેં પંચમ કાળે, નહિ કોઈ કેવળ ધારે; સંદેશ સઘળા કાણની પાસે, મન મુંઝાય છે હવે મારૂં. શીવ ૫ ઉદયરત્ન કરજોડી કહે છે, રંગો મેં શહેર મોઝારી; ભક્તિ વત્સલ બહુ સહાય કરીને, લેજો મુજને ઉગારી. શીવ ૬
૬ (૭૯) વૈરાગ્યની સઝાય , જીવડા સુકૃત કરજે સાર, નહિતર સ્વપનું છે સંસાર; પલક તણો નિશ્ચય નથી ને નથી બાંધી ધર્મની પાળ. ૧
૪૩૪