________________
પૂર્વાચાર્યોકૃત સજ્ઝાય સંગ્રહ
પાંચે આંગળીએ પુન્ય પાપ મન તું મેરા રે; અંતે થાય સખાઈ.
સમજવ
હીરવિજય ગુરુ હીરલો, મન તું મેરા રે; લબ્ધિ વિજય ગુણ ગાય સમજવ
૭
८
૬ (૭૬) વૈરાગ્યની સજ્ઝાય
તારૂં ધન રે જોબન ધુળ થાશે રે, કંચન જેવી કાયા તારી રાખમાં રોળાશે; પેટ પીડાને કાળો કળતર જીવતા કેમ જોવાશે, ડર ઉપડશે ને મુંઝારો થાશે; પછી અતિ આતુરતા વધશે રે. કંચન૦ ૧. વૈધ તેડાવીને વેદુ કરાવશે ને તારી તે નાડીઓ જોવડાવશે, તુટી એની પછી બુટી નહીં, તારા નાકની ડાંડી મરડશે. કંચન૦ ૨. આંખ ફરકશેને અકળામણ થાશે, જીભલડી તારી જલાસે; દશ દરવાજા તારા બંધ કરી દેશે, પછી અતિ વ્યાકુળતા વધશે રે. કંચન૦ ૩. જેના વિના એક ઘડીયે ન ચાલતું, તે પ્રિયા તારી ફંડાશે; ભવોભવના છેટા પડશે, તારા નામની ચુડીઓ ભંગાશે. કંચન૦ ૪. ખોખરી હાંડલીમાં આગ જલકશે ને સ્મશાને લાકડા નંખાશે, સઘળું કુટુંબ મળી સળગાવી દેશે; પછી બહારના કાગળ લખાશે. કંચન૦ ૫. દશ દિવસ પછી સુતક કાઢશે ને માથું ને મુંછ મુંડાવશે, સારી પેઠે તેનું સુતક કાઢી; પછી બારમાના લાડુઓ જમશે. કંચન૦ ૬. દયા ધર્મને ભક્તિ વિના, તારૂ ધન તે રાજ ભેલાસે; જ્ઞાનવિમલ કહે પ્રભુ, ભજન વિના મોટા મોટા લુંટાશે રે; કંચન જેવી કાયા તારી રાખમાં રોળાશે. ૭. ૬ (૭૭) શ્રી સ્થૂલિભદ્રજીની સજ્ઝાય
૪૩૩
આંબો મોર્યો રે આંગણે, પરિમલ પુહવી ન માય; પાસે ફુલી રે કેતકી, ભ્રમર રહ્યો રે લોભાય. આંબો૦ ૧ આવો સ્ફૂલિભદ્ર વાલહા, લાછલ દેના હો નંદ; તુમશું મુજ મન મોહ્યું, જીમ સાયરને હો ચંદ. આંબો૦ ૨