________________
અહં ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા E (૭૪) મનડાને વશ કરવાની સઝાય ક મનાજી તું તો જિન ચરણે ચિત્ત લાય, તેરો અવસર વીતી જાય મનાજી. ઉદર ભરણ કે કારણે રે, ગૌઆ વનમાં જાય; ચારો ચરે ચિંહુદિશી ફરે રે, વાંકું ચિત્તડું વાછરીઆ માંય. મ૦ ૨ ચાર પાંચ સાહેલી મળીને, હિલમીલ પાણી જાય; તાળી દીયે ખડખડ હસે, વાંકુ ચીત્તડું ગાગરીયા માંય. મ૦ ૩ નટવો નાચે ચોકમાં રે, લખ આવે લખ જાય; . વાંસ ચડી નાટક કરે રે, વાંકુ ચિત્તડું દોરડીયા માંય. મ૦ ૪ સોની સોનાના ઘડે રે, વળી ઘડે રૂપાના ઘાટ; ઘાટ ઘડી મન રીઝવે રે, વાંકું ચિત્તડું સોનઈયા માંય. મ૦ ૫ જાગટીયા મન જુગટું રે, કામીને મન કામ; “આનંદઘન” એમ વિનવે રે, એસો પ્રભુકો ઘર ધ્યાન. મ૦ ૬
5 (૭૫) શ્રી વૈરાગ્યની સઝાય SF કોરા કાગળની પુતળી મન તું મેરા રે; એને ઘડતા ન લાગે વાર સમજ મન મેરા રે. ૧ કાચો કુંભ જલે ભર્યો મન તું મેરા રે; એને ફૂટતાં ન લાગે વાર. સમજ૦ ૨ ભર લાકડ ગાડા ભર્યા મન તું મેરા રે; ખોખરી દોણી તેની સાથે સમજ૦ ૩ ઘરની લુગાઈ ઘર લગી મન તું મેરા રે; શેરી લગે સગી માય સમજ૦ ૪ સીમા લગે સાજન ભલું મન તું મેરા રે; પછી હંસ એકલો જાય. સમજ૦ ૫ સુંદર વરણી ચે બળે, મન તું મેરા રે; એનો ધુમાડો આકાશે જાય. સમજ) ૬
૪૩૨