________________
પૂર્વાચાર્યોકત સજઝાય સંગ્રહ શ્રીમંત નામ ધરાવતાં, જેનું રહેવું સાત માળજી; તેવા નર ઉપાડીને, કોળીયા કરી ગયો કાળજી. એક૦ ૪ આનંદ મોજ લૂંટાવતાં, દેતા અઢળક દાનજી; દુઃખ દેખ્યું નથી દીલમાં, તે પણ પહોંતા મસાણજી. એક0 ૫ વાસુદેવ બળદેવ ચક્રવર્તી, ઈદ્ર નાગૅદ્ર જે હોયજી; કાળે કોઈને મૂક્યા નહિ, અમર રહ્યા નહિ કોઈજી. એક૦ ૬ માત પિતા સુત બાંધવા, પુત્રી ભગિનીની સાથેજી; જગમાં કોઈ કોઈનું નહિ, કેમ ભરી બેઠી બાથજી. એક૦ ૭ હું ને મારું કરી મેળવ્યું, જગમાં જાગી દિનરાત જી. અંતકાળે જાતાં જીવને એકલા, આવ્યું કોઈ ન સંગાતજી. એક૦ ૮ પ્રયાણ થતાં પરલોકમાં, જાવું જીવન જરૂરજી; આવાગમન છે એકલું, પુન્ય ને પાપ હજુર જી. એક૦ ૯ ધન રહેશે દાઢ્યું આંગણે, પાદર સુધી સ્ત્રી સંગાતજી; સ્વજન વર્ગ મસાણ લગે, જગની જુઓ રીત ભાતજી. એક૦ ૧૦ સર્વ રૂદન કરે સ્વાર્થનું, કોઈને કંઈ કંઈ દુઃખજી; રૂદન નહિ પરમાર્થનું, જોઈયે સર્વને સુખ જી. એક૦ ૧૧ ભાગ્યમાં લખી ફુટી તોલડી, આશા અમર અપારજી. તો પણ લક્ષ્મીની લાલસા, છુટે નહિ રે લગારજી. એક૦ ૧૨ મોહે મુંઝાયા રે માનવી, ખોયું આત્મિક ભાનજી; માર પડે મોહરાયનો; તો પણ આવી ન સાનજી. એક૦ ૧૩ પુન્ય પસાયજી પામીયો, ઉત્તમ નરભવ દેહ જી, ઓળખ કરો આતમરામની, જડ વસ્તુનો તાજો નેહજી. એક૦ ૧૪ ભવસાગર દુઃખ જળ ભર્યો, તારક નીતિ સૂરીંદજી, ધર્મની નૌકા ગ્રહણ કરો, ઉદયથી ટળે ભવ ફંદજી. એક0 ૧૫
૪૩૧