________________
અર્ધ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
E (૭૨) શ્રી વૈરાગ્યની સઝાય
એક દિવસમાં ક્ષણે ક્ષણેને, શિર પર ભમે કાળજી લઈ જાવેગા જમ જીવડા, જીમ તેતર ઉપર બાજ, હો મનપંખીડાં મત પડે જીમ પીંજરે, સંસાર માયા જાળ હો મન પંખીડા૦ ૧. આયુષ્ય રૂપીજીવ જાણવોને, ધર્મ રૂપી પાળજી, એવો અવસર જે ચૂકશે, તેને જ્ઞાનીએ ગણ્યો ગમાર હો. મન૦ ૨. અઢી હાથનું કપડું લાવી, શ્રીફળ બાંધ્યા ચારજી, ખોખરી દુણીમાં આગ મૂકી લઈ ચાલ્યાં તત્કાલ. હો મન૦ ૩. જ્યારે સરોવર ભર્યા હતાં, ત્યારે ન બાંધી પાળજી, નીર હતાં તે વહી ગયાં પછી, હાથ ઘસે શું થાય. હો મન૦ ૪. કાચો રે કુંજ જળ ભર્યો, તેને ફૂટતાં ન લાગે વારજી; હંસલો તે ઉડી ગયો પછી, કાયા માટીમાં જાય હો. મન ૦૫. શેરી લગે સગી સુંદરીને, ઝાંપા લગે માય બાપજી; સ્મશાન લગે સગો બાંધવો, પછી કોઈ ન આવે તારી સાથે હો. હો મન૦ ૬. હાડ બળે જેમ લાકડું ને કેશ બળે જેમ ઘાસજી; કંકુવર્ણ તારી કાયા બળે, ખોળી બાળે હાડ હો. હો મન૦ ૭. માતા રૂવે તારી ઘડી ઘડીને, બહેની રૂવે ષટ માસજી, પ્રિયા રૂવે તારી એક વર્ષ, પછી શોધે ઘરનો વાસ હો. હો મન, ૮. કેનાં છોરૂં કેના વાછરુંને, કેનાં માય ને બાપજી; પ્રાણી જાવું છે એકલું, એવી વીર વિજયની વાણી. હો મન પંખીડા મત પડે જીમ પીંજરે. (૯) પર (૭૩) શ્રી વૈરાગ્યકારક સજઝાય ક
(ભખરે ઉતારો રાજા)) મહેલ ઝરૂખા ને માળીયા, હાંડી ઝુમર ઠાઠ માઠજી; હીંચકતા હીંડોળે સુવર્ણના, જ્યોત દીપક ઝગઝગાટજી,
એક દિન જાવું છોડી એકલા૧ હય ગયવર રથ પાલખી, બેસી કરતાં કલ્લોલજી; ચીઠી ફરી જમરાયની, તે ઘર થતી રડારોળજી. એક૦ ૨ નિશદિન નોબત વાજતી, નાટક ગીત ને નાદજી, તે ઘર ખાલી ખંડેર પડ્યા, કાને પડે કાગ સાદજી. એક૦ ૩
૪૩૦