________________
પૂર્વાચાર્યોકત સજઝાય સંગ્રહ પ્રભુ મુખથી એમ સાંભળી, પુર બાહિર ચાલે રે લો. અહો. પુત્ર ઈટ નિભાડમેં જાઈને, ચૂરી મોદક ઘાલે રે લો. અહો ચૂ૦ ૧૩ મોદક ચૂરતાં કેવલ લહ્યા; ઘાતિ કર્મ વિદારી રે લો. અહો. ઘાવ અનુક્રમે કર્મનો ક્ષય કરી, પહોતા મોક્ષ મોઝારી રે લો. અહો ૫૦ ૧૪ નેમિશિષ્ય ઢંઢણ ઋષિ, પ્રણમો ભાવ આણી રે લો. અહો પ્ર0 હીરવર્ધનનો ક્ષેમ કહે, પામો શિવ સુખ ખાણી રે લો. અહો. પા) ૧૫
SF (૭૧) શ્રી નિદ્રાની સઝાય ,
(રાગ-અણિતનિણંદશું પ્રીતડી) - નિંદરડી વેરણ હુઈ, ઈણ હુંતી હો બગડે ધર્મ વાત કે; ચોર ફિરે ચિહું પાખતી, કિમ શોવે હો દિન ને રાત કે. નિં. ૧ વિર કહે સુણ ગોયમા, મત કરજો હો એક સમય પ્રમાદ કે; જરા આવે જોબન ગલે, તે સૂતાં હો કહો કવણ સવાદ કે. નિં૦ ૨ ચૌદ પૂરવધર મુનિવરૂ, નિંદ કરતા હો જાય નરક નિગોદ કે, કાળ અનંતોતિહાં રૂલે, કિમ હોવે હો તિહા ધરમ વિનોદકે. નિં૦ ૩ જાગંતડા જોખો નહિ, છેતરાયે હો નર સૂતો નેટ કે; સૂતાં જોખમ છે ઘણાં, તમ કરજો હા સાધુ પુરુષની ભેટ કે. નિં૦ ૪ જોરાવર ઘણો જુલમી, યમ રાણી હો કહ્યો સબલ દૂર છે; કટક અનેરાં ચિહું દિશે, જે જાગે તો તે કહીયે શૂર કે. નિં. ૫ વીરે દૃષ્ટાંત વખાણીયો, પંખી ન કરે તો ભાખંડ પ્રમાદ કે; તેહ તણીપરે વિચરજો, પરિહરજો હો તુમે મહા ઉન્માદ કે. નિં. ૬ વીર વયણ એમ સાંભળી, પરિહરીયો હો ગોયમ પરમાદ કે; લીલા સુખ લાવ્યાં ઘણાં, થિર રહીયો હો જગમેં જસવાદ કે. નિં૦ ૭ તુમે નેડી નિંદ મ આણજો, સહુ કોઈ હો રહેજો સાવધાન કે; ધરમે ઉદ્યમ આણજો, ઈમ બોલે હો મુનિ કનક નિધાન કે. નિં. ૮
૪િ૨૯