________________
અર્હદ્-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
(૭૦) શ્રી ઢંઢણ મુનિની સજ્ઝાય
(રાગ-ગિરિ વૈતાઢ્યને ઉપરે)
સરસ્વતી માત પસાયથી ઋષિ ગુણ ગાઉં રે લો, અહો. ઋષિ ઉત્તમના ગુણ ગાવતાં, કેવળ કમળા પાઉં રે લો અહો. કે૦ ૧ જંબુદ્વિપ વખાણીયે, દ્વારિકા નયરી રૂડી રે લો; અહો દ્વા૦ મુખ્ય રાજા કેશવ તિહાં, જાદવ કુળ ક્રોડી રે લો. અહો જા૦ ૨ કેશવ રાણી ઢંઢણા, રૂપે રંભા સમાણી રે લો. અહો. રૂ૦ તાસ કુમાર ઢંઢણ ભલો, સકલ કલા ગુણ ખાણીરે લો. અહો. સ૦ ૩ નેમિ જિનેસર આવીયા, કૃષ્ણ વાંદવા જાયે રે લો અહો. કૃ૦ પ્રભુ મુખકજ દેખી કરી, હૈડે હરખ ન માયે રે લો. અહો. હૈ૦ ૪ પ્રભુજીએ દીધી દેશના, ભવિયણને હિતકારી રે લો. અહો ભ૦ દેસનાસુણી ઢંઢણ કહે, સંયમ આપો સુખકારી રે લો. અહો સં૦ ૫ પ્રવ્રજ્યા લેઈ શુભ ભાવથી, દશવિધ ધર્મને પાલે રે લો. અહો. ૬૦ પાંચે ઈંદ્રિય વશ કરી, કર્મ કઠીનને બાલે રે લો. અહો. ક૦ ૬ દિન પ્રતે દ્વારિકા માંહી તે, ગોચરીયે જાવે રે લો. અહો. ગો૦ ભાત પાણી તે સૂજતાં, દૈવ યોગે ન પાવે રે લો. અહો. દૈ૦ ૭ એહવે નેમિ ચરણમાં, વાંદીને કૃષ્ણ પૂછે રે લો. અહો વાં કહો સ્વામિ મુનિ કેટલા, સહસ અઢાર કહે છે રે લો. અહો સ૦ ૮ એટલા મુનિવરની મધ્યે, પહેલા કુણ કેવલ વરશે રે લો. અહો. ૫૦ પ્રભુજી કહે તુજ પુત્ર તે, ઢંઢણ કેવળ ધરશે રે લો. અહો. ઢં૦ ૯ ઈમ નિસુણી વેગ વલ્યો, મારગે મુનિવર મળીયો રે લો, અહો. માછ વિધિ સહિત હરિ વાંદતા, કેાઈ વ્યવહારી કળીયો રે લો. અહો. કો૦ ૧૦ એહ કોઈક મોટો મુનિ, મોદક વોરાવું આણી રે લો. અહો. મો૦ મુનિવર મોદક વહોરીયા, શુદ્ધ આહારને જાણી રે લો. અહો. શું૦ ૧૧ જિનવરને વાંદી પૂછે, શું અંતરાય ગયો વહી રે લો. અહો. શું સ્વામી વદે સુણો સાધુજી, લબ્ધિ તુમએ નહિ રે લો. અહો. લ૦ ૧૨
૪૨૮