________________
પૂર્વાચાર્યો કૃત સઝાય સંગ્રહ સહસ બત્રીશ દશ વડભાગી, ભયે સરવકે ત્યાગી; છનું ક્રોડ ગામ કે ધિપતિ, તોહિ ન હુઆ સરાગી. ભ૦ ૪ નવનિધિ રતન ચોઘડીયાં બાજે, મન ચિંતા સબ ભાગી; કનક કીર્તિમુનિવર વંદત છે, દેજ્યો મુક્તિ મેં માગી. ભ૦ ૫ ૬ (૨૯) શ્રી નંદિષેણમુનિની સજઝાય ક.
(રાગ-મારું મન મોહ્યું રે) સાધુજી ન જઈએ રે પરઘર એકલા રે, નારીનો કવણ વિશ્વાસ; નંદિણ ગણિકા વચને રહ્યા રે, બાર વરસ ઘરવાસ. સા૦ ૧ સુકુલિની વરકામિની પાંચસે રે, સમરથ શ્રેણિક તાત; પ્રતિબૂઝયો વચને જિનરાજને રે, વ્રતની કાઢી રે, વાત. સા૦ ૨ ભોગ કર્મ પોતે વિણ ભોગવે રે, ન હોવે છુટક બાર; વાત કરે છે શાસન દેવતા રે, લીધો સંજમ ભાર. સા૩ કંચન કોમલ કાયા સોસવી રે, વિરસ નિરસ આહાર; સંવેગી મુનિવર શિર સેહરો રે, બહુ બુદ્ધિ અકલ ભંડાર. સા૦ ૪ વેશ્યાઘર પહોત્યાં અણજાણતો રે, ધર્મલાભ દીયે જામ; ધર્મલાભનું કામ ઈહાં નહિ રે, અર્થલાભનો કામ. સા. ૫ બોલ ખમી ન શક્યા ગરવે ચડ્યા રે, ખેંચ્યો તરણો નેવ; દીઠો ઘર સારો અરથે ભર્યો રે, જાણે પ્રત્યક્ષ દેવ. સા૦ ૬ હાવ ભાવ વિભ્રમવશે આદરી રે, વેશ્યા શું ઘરવાસ; પણ દિનપ્રતિ દશ પ્રતિબૂઝવી રે, મૂકે પ્રભુજીની પાસ. સા૦ ૭ એક દિવસ નવ તો આવી મલ્યા રે, દશમો ન બૂઝે કોય; આસંગાયત હાસ્ય મિષે કહે રે, પોતે દશમા રે હોય. સા૦ ૮ નંદિપેણ ફરી સંયમ લીયે રે, વિષય થકી મન વાળ; ચૂકીને પણ જે પાછા વળે રે, તે વિરલા ઈણે કાળ. સા૦ ૯ વ્રત અકલંક જો રાખવા ખપ કરે રે તો ઈણ જૂઠ સંસાર; કવિ જિનરાજ કહે તું એકલો રે, પરઘર ગમન નિવાર. સા. ૧૦