________________
અર્હદ્-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
આશા બાંધે ડુંગર જેવડી, ત્રેવડ કિમહી ન પહોંચે રે, ચિંતા જાળ પડ્યું પછતાવે, પરવશ પડ્યું વિગુચે રે. મન૦ ૫ મૂળ મંત્ર ને તંત્ર કરીને, મન મંકડ વશ આણે રે; પભણે પ્રીતવિમળ મન સાચે, એહને સહુએ વખાણે રે. મન૦૬
(૬૭) શ્રી કરકંઠુ પ્રત્યેકબુદ્ધની સજ્ઝાય (રાગ-શુભ ભાવે કરી સેવીયે૨ે લાલ)
ચંપાનગરી અતિ ભલી હું વારીલાલ, દધિવાહન ભૂપાળ રે હું પદ્માવતી કુખે ઉપન્યો હું, કર્મે કીધો ચંડાળ રે હું. કરકંડુને કરૂં વંદના હું૦૧ પહેલા પ્રત્યેકબુદ્ધ રે હું ગિરૂવાના ગુણ ગાવતાં હું૦ સમકિત થાયે શુદ્ધ રે. હું૦ ૨ લાધી તે વાંસની લાકડી હું૦ થયા કંચનપુર રાય રે. હું બાપશું સંગ્રામ માંડિયો હું૦ સાધ્વી દીયો સમજાય રે હું ક૦ ૩ વૃષભરૂપ દેખી કરી હું પ્રતિબોધ પામ્યો નરેશ રે હું૦ ઉત્તમ સંયમ આદર્યો હું, દેવતાયે દીધો વેષ રે. હું૦ ૬૦ ૪ કર્મ ખપાવી મુગતે ગયા હું કરકંડુ ઋષિરાય રે હું, સમય સુંદર કહે સાધુને હું૦ પ્રણમ્યાં પાતક જાય રે. હું ક૦ ૫
ૐ (૬૮) ભરતચક્રવર્તીની સજ્ઝાય
મનમેં હી વૈરાગી ભરતજી, મનમેં હી વૈરાગી, સહસ બત્રીશ મુકુટબદ્ધ રાજા, સેવા કરે વડભાગી; ચોસઠ સહસ અંતેઉરી જાકે, તો હિન હુવા અનુરાગી. ભ૦ ૧ લાખ ચોરાસી તુરંગમ જાકે, છનું ક્રોડ હે પાગી; લાખ ચોરાસી ગજ રથ સોહીયે, સૂરતા ધર્મ શું લાગી. ભ૦ ૨ ચાર ક્રોડ મણ અન્નનિત સીઝે, લૂણ દશ લાખ મણ લાગી; તીન ક્રોડ ગોકુળ ઘર દૂઝે, એક ક્રોડ હળ સાગી. ભ૦ ૩
૪૨૬