SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વાચાકૃત સઝાય સંગ્રહ લોઢુંજી હોય તો મેં એરણ મંડાવું, ધોઈ ધોઈ ધમણ ધમાઉં, માર ઘણા ધમસાણ ઉંડાડું તો, જંતર તાર કઢાઉં. | હો મન૦ ૪ જ્ઞાનીજી હોય તો મેં જ્ઞાન બતાઉં; અંતર વેણ વજાઉં, રૂપચંદ કહે નાથ નિરંજન, જ્યોતિસે જ્યોત મીલાઉં. હો મન૦ ૫ 5 (૬૫) ગુરુનો વિનય કરવા વિષે સઝાય , વિનય કરો ચેલા ગુરુતણો, જિમ લહો સુખ અપારો રે; વિનય થકી વિદ્યા ભણો, જપ તપ સૂત્ર આચારો. વિ૦ ૧ ગુરુ વચન નવિ લોપીએ; નવિ કરીએ વચન વિધાતો રે; ઉંચે આસન નવિ બેસીએ, વચ્ચે વચ્ચે નવિ કરીએ વાતોરે. વિ૦ ૨ ગુરુ આગળ નવિ ચાલીએ, નવિ રહીએ પાછળ દૂર રે; બરોબર ઉભા નવિ રહીએ, ગુરુને શાતા દીજે ભરપૂર રે. વિ૦ ૩ વસ્ત્ર પાત્ર નિત્ય ગુરુ તણાં, પડિલેહીએ દોય વારો રે; આસન બેસણ પુજીએ, પાથરીએ સુખકારી રે. વિ૦ ૪ અશન વસનાદિ સુખ દીએ, ગુરુ અણાએ મુખ નિરખો રે; વિન્ધવિમળસૂરિ ઈમ કહે, શિષ્ય થાય ગુરુની સરખો રે. વિ૦ ૫ F (દદ) મન વશ કરવાની સજઝાય , મન માંકડલું આણા ન માને, અરિહંત કહો કિમ કીજે રે; રાત દિવસ હીડે હલલતું, શીખામણ શી દીજે રે. મન૦ ૧ રાજમારગ મૂકી બાપડાં, ઉવટ વાટે જાવે રે; આઠ પહોર અટતો નિરંતર, તૃપ્તો કિમહી ન થાવે રે. મન૦ ૨ ક્ષણ ધરાયો ક્ષણ ભૂખ્યો ભૂંડો, ક્ષણ રૂપે ક્ષણ તુષે રે; ધર્મ તણાં ફળ સરસ ન ચાખે, પાપ તણાં ફળ લુસે રે. મન૦ ૩ લાખ ચોરાશી ચાચર ચઢીયો, રંકપણે રડવડીયો રે; ધર્મ વિના તે ભવ ભવ હીડે, કર્મ તણે વશ પડીયો રે. મન૦ ૪ ૪ ૨૫
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy