________________
અહગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
દુષ્ટ કર્મ તણે ઉદય, આંહિ આવ્યા તુમે આજ રે; મુજને હત્યા રે આપવા, વળી લગાડવા લાજ રે. ગર્વ૦ ૧૯ કૃષ્ણ કહે આવો બાંધવા, જિન કાજ સેવો છો વન રે, તે હું કૃષ્ણ તે મારીયો, ન મટે શ્રી નેમનાં વચન રે. ગર્વ૦ ૨૦ ઈમ સુણી આંસુડાં વરસાવતો, આવ્યો કૃષ્ણની પાસ રે, મોરારી તવ બોલીયા, લે આ કૌસ્તુભ ઉલ્લાસ રે. ગર્વ૦ ૨૧ એ નિશાની પાંડવને આપજે, જા તું ઈહાંથી વેગ રે; નહિ તે બળભદ્ર મારશે, ઉપજશે ઉદ્વેગ રે. ગર્વ૦ ૨૨ આ સમે કિમ જાઉં વેગળો, જો તમે મોકલો મોરારી રે; ફરી ફરી પાછું જોતો થકો, વરસત આંસુ જળધારરે. ગર્વ૦ ૨૩ દષ્ટિ અગોચર તે થયો, તેવીશમી ઢાળ રે; ઉદયરતન કહે એ થઈ, સહુ સુણજો ઉજમાળ રે. ગર્વ૮ ૨૪
(૮૩) શ્રાવકકરણીની સઝાય 5 શ્રાવક તું ઉઠે પરભાત, ચાર ઘડી રહે પાછલી રાત; મનમાં સમરે શ્રી નવકાર, જેમ પામે ભવસાગર પાર. ૧ કવણ દેવ કવણ ગુરુ ધર્મ, કવણ અમારૂં છે કુળધર્મ કવણ અમારો છે વ્યવસાય, એવું ચિંતવજે મનમાંય. ૨ સામાયિક લેજે મન શુદ્ધ, ધર્મતણી હૈયડે ધરજે બુદ્ધ; પડિક્કમણું કરે રયણીતણું, પાતિક આલોઈએ આપણું. ૩ કાયા સકતે કરે પચ્ચખાણ, સુધા પાળે જિનની આણ; ભણજે ગણજે સ્તવન સઝાય, જિણ હુંતી નિસ્તારો થાય. ૪ ચિતારે નિત્ય ચૌદહ નિમ, પાળે દયા જીવોની સીમ; દેહરે જઈ જુહારે દેવ, દ્રવ્ય ભાવથી કરજે સેવ. ૫ પૂજા કરતાં લાભ અપાર, પ્રભુજી મોટા મુક્તિદાતાર; જે ઉત્થાપે જિનવર દેવ, તેહને નવ દંડકની ટેવ. ૬
૪૩૮