________________
- પૂર્વાચાર્યોત સજઝાય સંગ્રહ પંચ સમિતિ ત્રણ ગુપ્તિશું રે, રંગે રમે નિશદિશ રે. મુનિ ૧૨ સર્વારથ સિદ્ધ સુખ પામશે રે, ધન ધન્નો અણગાર રે. મુનિ૦ ૧૩ નવમે અંગે જેહનો રે, વીર કહ્યો અધિકાર રે. મુનિ, ૧૪ પંડિત જિનવિજય તણો રે, મેરૂ નમે વારંવાર રે, મુનિ, ૧૫ પ્રાતઃઉઠીને તેનું રે, નામ લીજે સુવિચાર રે. મુનિ ૧૬
ક (૧) શ્રી સંગતની સઝાય , | લોઢું લાલ બને અગ્નિ સંગે, પણ રાતું રહે ક્ષણવાર નીકળે જો બહાર, સંગત એને શું કરે, જેના અંતર જાણો કઠોર. સં. ૧. બારે મેઘ વરસે બહુ જોરથી; મગશેલીઓ ન ભીંજાય; બીજા ગળી જાય. સં૦ ૨. દૂધ સાકર ઘીથી સીચો સદા, લીંબડાની કડવાશ ન જાય, મધુરો ન થાય. સં. ૩. ચંદનવૃક્ષના મૂળ રહ્યો, ફણીધરે ન છોડ્યો સ્વભાવ, જાણ્યો ન પ્રભાવ. સં૦ ૪. પાણી માંહે પડ્યો રહે સદા, કાલમિંઢ તણું એવું જોર; ભીંજાય ન કોર. સં૦ ૫. અગન ઉકળતાં માંહે ઓરીએ, પણ કોરડું ન રંધાય બીજા ગળી જાય. સં૦ ૬. સો મણ સાબુએ ધોયા છતાં, કોલસાની કાળાશ ન જાય; ઉજ્જવળ નવિ થાય. સં૦ ૭. ખરને નિર્મળ જલે નવરાવીયે; પણ રાખ દેખી તત્કાલ ઘરે બહુ વહાલ. સં. ૮. કાળા રંગનું કપડું લેઈ કરી. રાતા રંગમાં બોળે ઝબોળે, નીકળે નહિ ડોળ. સં૦ ૯. ઝરમર ઝરમર મેહુલો વરસી રહ્યો, વનસ્પતિઓ બધી લીલી થાય જવાસો સુકાય. સં૦ ૧૦. કાગે હંસતણી સોબત કરી, પણ ચૂક્યો નહિ પોતાનું ચરિત્ર, જોજો એની રીત. સં. ૧૧. કસ્તૂરીને કપૂરના ગંજમાં, કદી દાટે ડુંગળીને કોય, સુંગંધી ન હોય. સં૦ ૧૨. કસ્તૂરીના ક્યારા માંહે રોપતા, નવી જાયે લસણ કેરી વાસ, દુષ્ટ જેની પાસ. સં૦ ૧૩. સતી સદ્ગણ વંતના સંગમાં, કુભારજાને કદી ન આવે રંગ, ખોટા જેના ઢંગ. સં૧૪. દુર્જન સજ્જનની સોબત કરી, પણ કપટ પણું નવિ જાય, સિદ્ધો નવિ થાય. સં૦ ૧૫. ગાઢ અજ્ઞાની જ્ઞાન પામે નહિ, મેળે સંત સમાગમ આમ, કહે મુનિ શ્યામ, સંગત એને શું કરે. ૧૬.
૪ ૨ ૩