________________
અર્હદ્-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
(૫૯) શ્રી ગૌતમસ્વામીની સજ્ઝાય (રાગ-અહો મુનિવરજી)
હે ઈન્દ્રભૂતિ ! તાહરા ગુણ કહેતાં હરખ ન માય, હે ગુણ દરિયા ! સુરવધૂ કર જોડી ગુણ ગાય. જે શંકર વિરચિની જોડી, વલી મોરલી ઘરને વિછોડી, તેં જિનજી સાથે પ્રીત જોડી. હે૦ ૧. વેદના અરથ સુણી સાચા, વીરના ચેલા થયા જાચા; કોઈ લબ્ધિએ ન રહ્યા કાચા. હે૦ ૨. પરિગ્રહ નવવિધના ત્યાગી, તુમચી જાગરણ દશા જાગી; ધર્મ ધ્યાન શુક્લ ધ્યાનના રાગી. હેઠ અનુજોગ ચારના બહુજાણ, તેણે નિર્મળ પ્રબળ તુજ નાણ; અમૃત રસ મીઠડી વાણ. હે૦ ૪. જે કામ નૃપને રમવા દડી, ત્રણ ગતિ ત્રિવટે તેહ પડી, તે રમણી તુજને નહીં નડી. હે૦ ૫. અતિ જાગરણ દશા જ્યારે જાગી, ભાવઠ સઘલી ત્યારે ભાગી; કહે ધર્મ જિત નોબત વાગી. હે ઈન્દ્રભૂતિ૦ ૬.
ૐ (૬૦) ધન્ના અણગારની સજ્ઝાય પુ (રાગ-મેંદી રંગ લાગ્યો)
ચરણકમલ નમી વીરના ૨ે, પૂછે શ્રેણિક રાય રે, મુનિ શું મન માન્યો. ૧ ચૌદ સહસ મુનિ તાહરે રે, અધિકો કુણ કહેવાય રે. મુનિ ૨ જિન કહે અધિકો માહરે રે, ધન ધન્નો અણગાર રે. મુનિ ૩ ઋદ્ધિ છતી જેણે પરિહરી રે, તરૂણી તજી પરિવાર. મુનિ સિંહ તણી પરે નીકળ્યો, પાલે સિંહાસન સમાન રે. મુનિ પ ક્રોધ લોભ માયા તજી, દૂર કીધો અભિમાન રે. મુનિos મુજ હાથે સંયમ ગ્રહી રે, પાળે નિરતિચાર રે. મુનિ ૭ છઠ છઠ આંબિલ પારણે રે, લીયે નીરસ આહાર રે. મુનિ૦ ૮ ન વંછે કોઈ માનવી રે, તે લીયે આહાર રે. મુનિ ૯ ચાલતાં હાડ ખડખડે રે, જિમ ખાખરના પાન રે. મુનિ ૧૦ સકર ભર્યું જેમ કોચલે, તેમ ધન્ના મુનિનું વાન રે.
મુનિ
૧૧
૪૨૨