SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વાચાર્યોત સઝાય સંગ્રહ વત્સ દેશ કોસંબીનો વાસી, રાજપુત્ર હું છું વિલાસી; એક દિન મહારોગે ઘેર્યો, કે ને તે પાછો ન ફેર્યો. ૫ માત-પિતા મુજ બહુ મહિલા, વહેરાવે આંસુના વહેલા; વડા વડા વૈદ્ય તેડાવે, પણ વેદના કેઈ ન હટાવે. ૬ તેહવું દેખી તબ શૂલ, મેં ધાર્યો ધર્મ અમૂલ; રોગ જાયે જો આજની રાત, તો સંયમ લેઉ પ્રભાત. ૭ ઈમ ચિંતવતાં વેદન નાઠી, આખડી બાંધી મેં કાઠી; બીજે દિન સંયમ ભાર, લીધો ન લગાડી વાર. ૮ અનાથ સનાથનો વહેરો, તુમને દાખ્યો કરી ચહેરો; જિનધર્મ વિન નરનાથ, નથી કોઈ મુક્તિનો સાથ. ૯ શ્રેણિક ત્યાં સમકિત પામ્યો, અનાથીને શિર નામ્યો; મુગતે ગયો મુનિરાય, ઉદય રતન વદે વિઝાય. ૧૦ E (૫૪) શ્રી ચંદનબાળાની સઝાય છE (રાગ-નારે પ્રભુ નહિ માનું-) મારું મન મોહ્યું છે ઈમ બોલે ચંદનબાલ, મારૂં મુજ ફલીયો સુરતરૂ સાલ; હું રે ઉમરડે બેઠી હુંતી, અઠમ તપને અંતે; હાથ ડસકલાં ચરણે બેઠી, મારા મનની ખંતે. મા૦ ૧ - શેઠ ધનાવહે આણી દીધા, અડદ બાકુળા ત્યારે; એહવામાં શ્રી વીર પધાર્યા, કરવા મુજ વિસ્તારે. મા૦ ૨ ત્રિભુવનનાયક નિરખી નયણે, હરખી ચિત્ત મઝાર; હરખ આસું જલ હું વરસંતી, પડિલાવ્યા જયકાર. મા૦ ૩ પંચ દિવ્ય તવ દેવ કરે શુચિ, વરસી કંચનધાર, માનું અડદ અન્ન દેવા મિષે, વીર કર્યા તિણવાર. મા૦ ૪ જ્ઞાનવિમલ પ્રભુજીને હાથે, લીધો સંજમભાર; વસુમતિ તવ કેવલ લહીને, પામી ભવજલ પાર. મા. ૫ ૧૯ ૪૧૯
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy