SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ અર્હદ્-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા ૬ (૫૫) શ્રી મોક્ષનગરની સજ્ઝાય મોક્ષનગર માહરૂં સાસરૂં, અવિચલ સદા સુખવાસ રે; આપણા જિનવર ભેટીયે, તિહાં કરો લીલ વિલાસ. મોક્ષ૦ ૧ જ્ઞાન દરસન આણાં આવીયાં, કરો કરો ભક્તિ અપાર રે; શિયળશૃંગાર પહેરો શોભતા, ઉઠી ઉઠી જિન સમરંત રે. મોક્ષ૦ ૨ વિવેક સોવન ટીલું તપ, જીવદયા કુંકુમ રોલ રે; સકિત કાજલ નયણ રે, સાચું સાચું વચન તંબોળ રે. મોક્ષ૦ ૩ સમતા વાટ સોહામણી, ચારિત્ર વહેલ જોડાવ રે; તપ જપ બળદ ધોરી જોતરો, ભાવના ભાવો રસાલ રે. મોક્ષ૦ ૪ કારમું સાસરૂં પરિહરો, ચેતો ચેતો ચતુર સુજાણ રે; જ્ઞાનવિમલ મુનિ ઈમ ભણે, તિહાં છે મુક્તિનું ઠામ રે. મોક્ષ૦ ૫ (૫૬) શ્રી તપની સજ્ઝાય (રાગ દુઃખ દોહગ દૂરે ટળ્યા રે) કીધાં કર્મનિકંદવારે, લેવા મુક્તિનું દાન; હત્યા પાતક છૂટવારે, નહિ કોઈ તપ સમાન; ભવિક જન તપ કરજો મન શુદ્ધ. ૧ ઉત્તમ તપના યોગથી રે, સેવે સુરનર પાય; લબ્ધિ અઠ્ઠાવીશ ઉપજે રે, મનોવાંછિત ફળ થાય. ભ૦ ૨ તીર્થંકર પદ પામીએ રે, નાસે સઘળા રોગ; રૂપ લીલા સુખ સાહ્યબી રે, લહીએ તપ સંયોગ. ભ૦ ૩ તે શું છે સંસારમાં રે, તપથી જે નવિ હોય; જે જે મનમાં કામીએ રે, સફળ ફલે વિ તેહ. ભ૦ ૪ અષ્ટ કર્મના ઓઘને રે, તપ ટાળે તત્કાળ; અવસર લહીને તેહનો રે, ખપ કરજો ઉજમાળ. ભ૦ ૫ બાહ્ય અત્યંતર જે કહ્યા રે, તપના બાર પ્રકાર; હોજો તેહની ચાલમાં ૨ે, જેમ ધન્નો અણગાર. ભ૦ ૬ ૪૨૦
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy