________________
અહદ્ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા ઘડપણ તું સદા વડો રે, હું તુજ કરૂં રે જુહાર; જે મેં કહી છે વાતડી રે, જાણજે તાસ વિચારરે. ઘ૦ ૧૩ કોઈ ન વંછે તુજને ને, તું તો દૂર વસાય; વિનય વિજય ઉવજઝાયનો રે, રૂપવિજય ગુણગાય રે. ઘ૦ ૧૪
(પર) શ્રી શિયલની સઝાય ક્કા
(રાગ-ધન ધન તે દિનમાં હશે). શિયલ સમું વ્રત કો નહિ, શ્રી જિનવર એમ ભાખે રે, સુખ આપે જે શાશ્વતાં, દુર્ગતિ પડતાં રાખે રે. શિ૦ ૧ વ્રત પચ્ચકખ્ખાણ વિના જુઓ, નવ નારદ જેહ રે; એક જ શિયલ તણે બળે, ગયા મુક્ત તેહ રે. શિ૦ ૨ સાધુ અને શ્રાવક તણાં, વ્રત છે સુખદાઈ રે, શિયલ વિના વ્રત જાણજો, કુશકા સમ ભાઈ રે. શિ૦ ૩ તરુવર મૂળ વિના જિમ્યો, ગુણ વિણ લાલ કમાન રે; શિયલ વિના વ્રત એહવું, કહે વીર ભગવાન રે. શિ૦ ૪ નવવાડે કરી નિર્મળું, પહેલું શિયલ જ ધરજો રે, ઉદયરત્ન કહે તે પછી, વતનો ખપ કરજો રે. શિ૦ ૫ (૫૩) શ્રી અનાથી મુનિની સઝાય ના
(રાગ-આસો સુદ સાતમ સુવિચાર) બંબસારે વનમાં ભમતા, ઋષિ દીઠો રવાડી રમતાં; રૂપ દેખીને મને રીઝયો, ભારે કર્મીપણ ભીંજ્યો. ૧ પાણિ જોડીને ઈમ પૂછે, સંબંધ તમારે શું છે; નરનાથ હું છું અનાથ, નથી કોઈ માહરે નાથ. ૨ હરખે જોડી કહે હાથ, હું થાઉં તમારો નાથ; નરનાથ તું છે અનાથ, શું મુજને કરે છે સનાથ. ૩ મગધાધિપતિ હું છું મોટો, શું બોલે છે ભૂપ ખોટો; તું નાથપણું નવી જાણે, ફોગટ શું આપ વખાણે. ૪
૧૪૧૮E
-
૪૧૮