________________
પૂર્વાચાર્યોત સઝાય સંગ્રહ F (૫૧) શ્રી ઘડપણની સજઝાય ક.
| (રાગ-ગર્વ મ કરશો રે ગાત્રનું) ઘડપણ કાં તું આવીયો રે, તુજ કોણ જુએ છે વાટ; તું સહુને અળખામણો રે, જેમ માંકણ ભરી ખાટ રે. ઘ૦ ૧ ગતિ ભાગે તું આવતા રે, ઉદ્યમ ઉડી રે જાય; દાંતલડા પણ ખસી પડે રે, લાળ પડે મુખમાંય રે. ઘ૦ ૨ બળ ભાગે આંખો તણું રે, શ્રવણે સુયું નવિ જાય; તુજ આવે અવગુણ ઘણાં રે, વળી ધોળી હોવ રોમ રાય રે. ઘ૦ ૩ કેડ દુઃખે ગુણ રહે રે, મુખમાં શ્વાસ ન માંય; ગાલે પડે કરચલી રે, રૂપ શરીરનું જાય રે. ઘ૦ ૪ જીભલડી પણ લડથડે રે, આણ ન માને કોય, ઘેર સહુને અળખામણો રે, સાર ન પછે કોય . ઘ૦ ૫ દીકરા તો નાશી ગયા રે, વહુઅર દે છે ગાળ; દીકરી ન આવે ઢુંકડી રે, સબળ પડ્યો છે જંજાળ રે. ઘ૦ ૬ કાને તો ધાકો પડી રે, સાંભળે નહીય લગાર; આંખે તો છાયા વળી રે, એ તો દેખી ન શકે લગાર રે. ઘ૦ ૭ ઉંબરો તો ડુંગર થયો રે, પોળ થઈ પરદેશ; ગોળી તો ગંગા થઈ રે, તમે જાઓ જરાના વેશરે. ઘ૦ ૮ ઘડપણ વહાલી લાપશી રે, ઘડપણ વહાલી ભિંત; ઘડપણ વહાલી લાકડી રે, તુમ જુઓ ઘડપણની રીત રે. ઘ૦ ૯ ઘડપણ તું અહ્યાગરો રે, અણછેડ્યો મ આવેશ; જોબનિયું મુજ વહાલું રે, જતન હું તાસ કરેશ રે. ઘ૦ ૧૦ ફટ ફટ તું અભાગીયા રે, જોબનનો તું કાળ; રૂપ રંગને ભાંગતો રે, તું તો હોટો ચંડાળ રે. ઘ૦ ૧૧ નિસાસે ઉસાસમેં રે, દેવને દીજીએ ગાળ; ઘડપણ કાં તું સરજીયો રે, લાગ્યો માહરે નિલાડ રે. ઘ૦ ૧૨
૪૧૭