________________
અર્હદ્-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
છે, ગિરૂઆ વિપાકો તેહને દેખાડે છે. હે શ્રો૦ ૭. માંસનો તેને આહાર કરાવે છે, એમ નરકમાં દુ:ખ ઘણા પાવે છે, અતિ ત્રાસમાં દુઃખ ગમાવે છે. હે શ્રો૦ ૮. વળી શરીરમાં ખાર મિલાવે છે, એમ પરમાધામી દુ:ખ દેખાડે છે, શુભવીરની વાણીથી શીતળ થાવે છે. હે શ્રો૦ ૯.
× (૫૦) શ્રી કર્મ ઉપર સજ્ઝાય (રાગ-દુઃખ દોહગ શૂરે ટળ્યા રે)
સુખ દુઃખ સરજ્યાં પામીયે રે, આપદ સંપદ હોય લીલા દેખી પર તણી રે, રોષ મ ધરજો કોય રે; પ્રાણી મન નાણો વિષવાદ, એ તો કર્મ તણા પરસાદરે. પ્રાણી૦ ૧.
ફળને આહારે વિઆરે, બાર વરસ વન રામ; સીતા રાવણ લઈ ગયો રે, કર્મ તણા એ કામ રે. પ્રાણી૦ ૨. નીર પાખે વન એકલો રે, મરણ પામ્યો મુકુંદ;
નીચ તણે ઘર જળ વહ્યો રે, શીશ ધરી હરિચંદ રે. પ્રાણી૦ ૩
નળે દમયંતી પરહરી રે, રાત્રિ સમય વન બાળ, નામ ઠામ કુળ ગોપવી રે, નળે નિરવાહ્યો કાળ રે. પ્રાણી૦ ૪
રૂપ અધિક જગ જાણીએ રે, ચક્રી સનત્કુમાર; વરસ સાતશેં ભોગવી રે, વેદના સાત પ્રકાર રે. પ્રાણી૦ ૫
રૂપે વળી સુર સારિખા રે, પાંડવ પાંચ વિચાર; તે વનવાસે રડવડ્યા રે, પામ્યા દુ:ખ સંસાર રે. પ્રાણી૦ ૬
સુર નર જસ સેવા કરે રે, ત્રિભુવનપતિ વિખ્યાત;
તે પણ કર્મે વિટંબીયા રે, તો માણસ કેઈ માત રે. પ્રાણી૦ ૭
દોષ ન દીજે કેહને રે, કર્મ વિટંબણ હાર; દાન મુનિ કહે જીવને રે, ધર્મ સદા સુખકાર રે. પ્રાણી૦ ૮
૪૧૬