________________
પૂર્વાચાર્યોત સઝાય સંગ્રહ દશ દષ્ટાંતે દોહીલો, પામી નર અવતારજી; દેવગુરુ જોગ પામીને, કરીએ જન્મ સુધારજી. ૩ મારું મારું કરી જીવ તું, ફરીઓ સઘળે સ્થાનજી; આશા કોઈ ફળી નહિ, પામ્યો સંકટ ખાણજી. ૪ માત-પિતા-સુત-બાંધવા, ચડતી સામે આવે પાસજી; પડતી સમે કોઈ નવિ રહે, દેખો સ્વારથ સારજી. ૫ રાવણ સરીખા રે રાજવી, લંકાપતિ જે કહાયજી; ત્રણ જગતમાંહિ ગાજતો, ધરતો મન અભિમાનજી. ૬ અંત સમય ગયા એકલા, નહિ ગયું કોઈ સાથજી; એવું જાણીને ધર્મ કીજીયે, હોશે ભવજલ પારજી. ૭ મોહ નિદ્રાથી જાગીને, કરો ઘર્મ શું પ્રેમજી; એવી સૌભાગ્ય વાણીને, ધારો મનશું પ્રેમજી. ૮ E (૪૯) શ્રી નરક દુઃખની સઝાય 5
(રાગ-હે સુખકારી આ) હે સુણ ગોયમજી! વીર પર્યાપે નરક તણા દુઃખ વારતા, પરનારી સંગત જે કરતા, વળી પાપ થકી પણ નહિ ડરતા; જમરાયની શંકા નવિ ધરતા. ૧. હે શ્રોતાજનો! નરકના! દુઃખ સાંભળતાં હૈડાં થરથરે, હે ગુણવંતા, વીર વાણી સાંભળીને ધર્મ ખજાનો ભરો, લોહની પુતળીને તપાવે છે, અતિ અગ્નિમય બનાવે છે, તસ આલિંગન દેવરાવે છે. હે શ્રો૦ ૨. પાંચશો જોજન ઉછાળે છે, પછી પટકી ભોંય પછાડે છે; પછી તેહની દેહને બાળે છે. હે શ્રો. ૩. શ્વાન થઈને ફરી તે કરડે, તે ઝીલી પરમાધામી મરડે છે, વળી તેહની પાછળ દોડે છે. હે શ્રો. ૪. મૃગલા જેમ પાસમાં પકડે છે, કરવત કરી તેહને ફાળે છે, વળી પકડી પકડીને ભમાવે છે. તે શ્રો. ૫. વળી તેહને શૂળીએ આરોપે છે, કાન નાક પણ તેહના કાપે છે, વળી ભર સાડમાં તેણે મારે છે. તે શ્રો) ૬. વળી ખાલ ઉતારી જ્વાલે છે, તાતા તેલમાં પણ ઘાલે
૪૧૫