SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ અર્ધ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા ૬ (૪૭) શ્રી ભવિષ્યની સઝાય ભવિષ્યમાં લખ્યું હોય તે થાય, ડહાપણ કોઈનું કામ ન આવે કોડ કરોને ઉપાય. ૧ રાજાને મન રઢજ લાગે, મૃગયા રમવાને જાય; સાધુ મુનિ સંતોષે ત્યારે, સર્પ દંશે શું થાય. ભ૦ ૨ મંગલ મુરત શુભ ચોઘડીયું, પ્રથમ ગ્રહ પૂજાય; જાણત જોશી જાણત છતાં, રંગ ભેર શીદને રંડાય. ભ૦ ૩ રામચન્દ્રજી જાણત છતાં, વનમાં શીદને જાય; સતી સીતાને કલંક આવ્યું ત્યારે, રાવણ રણમાં રોલાય. ભ૦ ૪ ભીમ અર્જુન નકુળ સહદેવ, રાજા ધર્મ કહેવાય; પાંચ પાંડવ જાણત છતાં, દ્રોપદી શીદને લુંટાય. ભ૦ ૫ ચંદનબાળા ચૌટે વેચાણી, એને રાખી છે મૂલા ઘેર; હાથ-પગમાં બેડી ડસકલાં, એને રાખ્યા છે ગુપ્ત ભંડાર. ભ૦ ૬ સતી સુભદ્રાને કલંક આવ્યું ત્યારે, સાસુએ આળ દીધી; જીભ્યાએ કરી તરણું કાઢ્યું ત્યારે, મુનિને કપાળે ટીલું થાય. ભ૦ ૭ સતી અંજનાને કલંક આવ્યું ત્યારે, સાસુએ દીધી આળ; માબાપે પણ પાણી ન પાયું, એને કાઢ્યા છે ઉજડ વનવાસ. ભ૦ ૮ વિજય ગુરુ પાય નમીને, લબ્ધિવિજય ગુણ ગાય; હેમવિજય મુનિ એમ કહે છે, તુમ સાંભળીને લેજો સાર. ભ૦ ૯ F (૪૮) વૈરાગ્યની સઝાય 5 (રાગ-ભેખરે ઉતારો રાજા ભરથરી) સાર નહીં રે સંસારમાં, કરો મનમાં વિચારજી; નેત્ર ઉઘાડીને જોઈએ, કરીએ તૃષ્ટિ પ્રસારજી. ૧ જાગ જાગ ભવિ પ્રાણીયા, આયુ ક્ષણ ક્ષણ જાયજી; વખત ગયો ફરી નહિ આવશે, કારજ કાંઈ ન થાયજી. ૨ ૪૧૪
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy