________________
પૂર્વાચાર્યોત સઝાય સંગ્રહ પલાય, મુનિ, ૬. મુનિએ શિલા ઉપર, કીધો સાથરો રે, વનનાવે તિહાં પામ્યા અમર વિમાન મુ૦ મુનિ હીરવિજય ગુરુ હીરલો રે, વનના૦ એમ લબ્ધિવિજય ગુણ ગાય મુનિ૦ ૭. 95 (૪) શ્રી ચંદનબાળાની સઝાય 5
(રાગ-શી કહું કથની મારી હો રાજ) વીર પ્રભુજી પધારો નાથ, વીર પ્રભુજી પધારો,
વિનંતિ મુજ અવધારો નાથ. વર૦ ચંદનબાળા સતી સુકુમાલા, બોલે વચન રસાલા; હાથને પગમાં જડી દીધાં તાળાં, સાંભળો દીનદયાળા. નાથ૦ ૧ કઠીણ છે મુજ કર્મની કહાણી, સુણો પ્રભુજી મુજ વાણી; રાજકુવંરી હું ચૌટે વેચાણી, દુઃખ તણી નથી ખામી. નાથ૦ ૨ તાતજ મારો બંધન પડીયો, માતા મરણ જ પામી; મસ્તકની વેણી કતરાણી, ભોગવી મેં દુઃખ ખાણી. નાથ૦ ૩ મોંઘી હતી હું રાજકુટુંબમાં, આજે હું ત્રણ ઉપવાસી; સુપડાને ખૂણે અડદના બાકળાં, શું કહું દુઃખની રાશી. નાથ૦ ૪ શ્રાવણ ભાદરવા માસની પેરે, વરસે આંસુની ધારા; ગદ્ગદ્ કંઠે ચંદનબાળા, બોલે વચન કરૂણાળા. નાથ૦ ૫ દુઃખ એ સઘળું ભલું પૂરવનું, અપના દર્શન થાતા, દુઃખ એ સઘળું હૈયે જ આવે, પ્રભુ તુમ પાછા જાતા. નાથ૦ ૬ ચંદનબાળાની અરજી સુણીને, નીર નયનમાં નિહાળે; બાકળાં લઈ વીરપ્રભુજી પધારે, દયા કરી દીન દયાળે. નાથ૦ ૭ સોવન કેરી તિહાં થઈ વૃષ્ટિ, સાડી બાર કોટી સારી; પંચ દીવ્યો તે કાળે જ પ્રગટ્યા, બંધન સર્વ વિહારી. નાથ૦ ૮ સંયમ લઈને કાજ સુધાર્યા, ચંદનબાળા કુમારી; વીર પ્રભુની શિષ્યણી પહેલી, પંચ મહાવ્રત ધારી. નાથ૦ ૯ કર્મ ખપાવી મુક્તિ સિધાવ્યા, ધન્ય સતી શીર નામી; વિનયવિજય કહે ભાવ ધરીને, વંદુ હું વારંવારી, નાથ૦ ૧૦
-
૪૧ ૩