________________
અર્હદ્-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
સૂક્ષ્મનિગોદ ભમી કરી જી, રાશિ ચઢ્યો વ્યવહાર; લાખ ચોરાશી જીવયોનિમાં જી, લાધ્યો નરભવ સાર. સ૦ ૪ શરીર જરાએ જર્જર્યું જી, શિર પર પડિઆ જી કેશ; ઈન્દ્રિયબળ હીણા પડ્યા જી, પગ પગ પેખે ક્લેશ. સ૦ ૫ ભવસાયર તરવા ભણી જી, ચારિત્ર પ્રવહણમૂળ; તપ જપ સંયમ આકરા જી, મોક્ષ નગર છે દૂર. સ૦ ૬ ઈમ નિસુણી પ્રભુ દેશના જી, ગણધર થયા સાવધાન; પાપપડળ પાછાં પડ્યાં જી, પામ્યા કેવલજ્ઞાન. સ૦૭ ગૌતમના ગુણ ગાવતાં જી, ઘર સંપત્તિની ક્રોડ; વાચક શ્રી કરણ ઈમ ભણે જી, વંદું બે કર જોડી. સ૦ ૮
Ř (૪૫) શ્રી અરણીક મુનિવરની સજ્ઝાય (રાગ-પાવાગઢથી ઉતર્યા)
મુનિ અરણિક ચાલ્યા ગોચરી રે, વનના વાસી એનું વિએ તપે રે લલાટ, મુનિવર વૈરાગી. તિહાં ઉંચા મંદિર વેશ્યા તણા રે, વનના૦ જઈ ઉભા રહ્યા ગોખ હેઠ. મુનિ૦ ૧. દાસી મોકલી વેશ્યાએ ઉતાવળી રે, વનના૦ પેલા મુનિને અહીં તેડી લાવ. મુ મુનિ મંદિર ચાલ્યા મલપતા રે, વનના૦ જઈ દીધો તે ધર્મલાભ. મુનિ૦ ૨. મુનિ નિત નિત લહે ઓવારણાં રે, વનના૦ તમે જમો મોદકના આહાર. મુળ મુનિ પંચરંગી બાંધો પાઘડી રે, વનના૦ તુમે મેલો ઢલકતી ટાલ. મુનિ૦ ૩. મુનિની માતા શેરીએ હીડે શોધતાં રે, વનના તિહાં જોવા મળ્યા છે લોક. મુ॰ મારો અરણિક કોઈએ દેખીઓ રે, વનના૦ એ તો લેવા ગયો છે આહાર. મુનિ૦ ૪ મુનિ ગોખે બેઠાં રમે સોગઠે રે, વનના૦ તિહાં સાંભળ્યો માતાજીનો સાદ. મુનિ ગોખેથી હેઠે ઉતર્યા રે, જઈ લાગ્યા માતાજીને પાય. મુનિ ૫. મુનિ ન કરવાનું કામ તમે કર્યું રે, વનના૦ તમે ચારિત્રના થયા ચોર. મુ૦ અમે શિલા ઉપર કરશું સાથરો રે, વનના૦ અમે ચારિત્ર નહિં રે
વનના
૪૧૨