________________
પૂર્વાચાર્યોકૃત સજ્ઝાય સંગ્રહ
૬ (૪૩) શ્રી અધ્યાત્મની સજ્ઝાય ત્ર એક નારી દોય પુરુષ મળીને, નારી એક નિપાઈ; હાથ પગ નિવ દીસે તેહના મા વિના બેટી જાઈ; ચતુર નર, એ કુણુ કહીએજી નારી; ચીર ચુંદડી ચરણા ચોળી, વિ પહેરે તે સાડી; છેલ પુરુષ દેખીને મોહે, તેહવી તેહ રૂપાળી. ચતુર નર૦ ૨ ઉત્તમ જાતિ નામ ધરાવે, મન માને ત્યાં જાવે; કંઠે વળગી લાગે પ્યારી, સાહેબને રીઝાવે, ચતુર નર૦ ૩ ઉપાશ્રયે કદીય ન જાવે, દેહરે જાયે હરખી; નરનારી શું રંગે રમતી, સહુકો સાથે સરખી. ચતુર નર૦ ૪ એફ દિવસનું યૌવન તેહનું, ફરીય ના'વે કામ; પાંચ અક્ષર છે સુંદર તેહના, શોધી લેજો નામ. ચતુર નર૦ ૫ ઉદય વાચક એણીપેરે જંપે, સુણો નર ને નારી, એ હરિયાલીનો અર્થ કરે જે, સજ્જનની બલિહારી
ચતુર નર૦ ૬
[અર્થ-ફુલની માળા છે.]
(૪૪) શ્રી ગૌતમસ્વામીની સજ્ઝાય સમવસરણ સિંહાસને જી, વીરજી કરે રે વખાણ; દશમા ઉત્તરાધ્યયનમેં જી, દીએ ઉપદેશ સુજાણ; સમય મેં ગૌતમ ન કર પ્રમાદ, વીર જિનેશ્વર શીખવે જી, પરિહર મદ વિખવાદ. સ૦૧ જિમ તરૂ પંડુર પાંદડો જી, પડતાં ન લાગે જી વાર; તિમ એ માણસ જીવડો જી, થિર ન રહે સંસાર. સ૦ ૨ ડાભ અણી જન ઓસનો જી, ક્ષણ એક રહે જળબિંદ; તિમ એ ચંચળ જીવડો જી, ન રહે ઈંદ્ર રિંદ્ર. સ૦ ૩
૪૧૧