________________
અર્ધ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
-
-
-
-
-
-
-
--
---
--
E (૪૧) શ્રી શિખામણની સઝાય ક
અણસમજુજી, શી શીખામણ દઉં રે, મન માને નહિ જીવ ! મારું મારું મિથ્યા કરવું, એક પેટ બહુ પ્રપંચે ભરવું, થોડું જીવવું ને ફુલી ફળવું. અણ૦ ૧. ભોળો વિષય મળ્યો ને કરે વાતલડી; મુખે મીઠું બોલે ને હૈયે કાતલડી; એ તો જાશે નરકની સાતલડી. અણ૦ ૨. તમે સાહેબી દેખી મન મ્હાલો છો, તમે અહંકાર અભિમાન આણો છો; વળી જમ લઈ જાશે, તે જાણો છો. અણ૦ ૩. ઘેર હાથી ઘોડાને વેલ અંબાડી, ચારે દિશે આણ ફરે તોરી; પાસે નથી પુણ્યની પુંજી સારી. અણ૦ ૪. એક ભાગ્યવતી સાથે ભમતો પૈસો છે ને નથી પુણ્ય કરતો; એતો દીઠો દીવી પેઠે બળતો, અણ૦ ૫. એક ચંપા વિના શી ચંપેલી, સાંજ પડે ને ચકવા ચકવી; એક નેમ વિના રાજુલ ઘેલી, અણ૦ ૬. એક પંડિત મહામુનિવર ડાહ્યા, એ તો ધ્યાન મેલી ધનને ધ્યાયા; એ ચડપ લેઈ કાલે ચાલ્યા. અણ૦ ૭ એક રૂપવિજય કહે સાચું છે, કાયાનું રહેવું કાચું છે. મહાવીરે ભાખ્યું તે સાચું છે. અણ૦ ૮
5 (૪૨) શ્રી આત્મોપદેશની સઝાય ,
અબધુ એસો જ્ઞાન વિચારી, વામે કોણ પુરુષ કોણ નારી, અબધુ0 બમ્પનકે ઘર નહાતી ધોતી જોગી કે ઘર ચલી, કલમાં પઢપઢ ભઈ રે તડકડી તો, આપહી આપ અકેલી. અ૦ ૧. સસરો અમારો બાળો ભોળો, સાસુ બાળકુમારી; પિયુજી અમારો પોઢ્યો પારણીએ, મેં હું ઝુલાવનહારી. અ૦ ૨. નહિ હું પરણી નહિ હું કુમારી, પુત્ર જણાવનહારી; કાળી દાઢીકો કોઈ નહિ છોડ્યો તો, હજુએ હું બાળકુમારી. અબધુ) ૩. અઢી દ્વીપમે ખાટે ખટુલી, ગગન ઓશીકું તણાઈ; ધરતીનો છેડો આભકી પીછોડી, તોય ન સોડ ભરાઈ; અ) ૪. ગગન મંડળમેં ગાય વિયાણી, વસુધા દૂધ જમાઈ, સૌર સુનો ભાઈ વલોણું વલોવે તો, તત્ત્વ અમૃત કોઈ પાઈ. અ) ૫. નહિ જાઉં સાસરીએ નહિ જાઉં પિયરીએ, પિયુજીકી સેજ બીછાઈ; આનંદધન કહે સુનો ભાઈ સાધુ, તો જ્યોતિસે જ્યોત મિલાઈ અબધુ૦ ૬.
૪૧૦