________________
પૂર્વાચાર્યોકત સઝાય સંગ્રહ F (૩૯) ક્રોધની સઝાય ક કડવાં ફળ છે ક્રોધનાં, જ્ઞાની એમ બોલે; રીસ તણો રસ જાણીએ, હલાહલ તોલે, કડવાં. ૧ ક્રોધે કોડ પૂરવતણું, સંજમ ફળ જાય; ક્રોધ સહિત તપ જે કરે, તે તો લેખે ન થાય. કડવાં) ૨ સાધુ ઘણો તપીઓ હતો, ધરતો મન વૈરાગ; શિષ્યના ક્રોધ થકી થયો, અંડકોશીઓ નાગ. કડવાં) ૩ આગ ઉઠે જે ઘર થકી, તે પહેલું ઘર બાળે; જળના જોગ જો નવિ મળે, તો પાસેનું પરજાળે. કડવાં) ૪ ક્રોધ તણી ગતિ એહવી, કહે કેવલ નાણી; હાણ કરે જે હેતની, જાળવજો એમ જાણી. કડવાં) ૫ ઉદયરત્ન કહે ક્રોધને, કાઢજો ગળે સાહી; કાયા કરજો નિર્મળી, ઉપશમ રસે નહી. કડવાં) ૬ SF (૪૦) શ્રી વણઝારાની સઝાય SF
વણઝારો ધુતારો કામણગારો, સુંદરવર કાયા છોડ ચાલ્યો વણઝારો; એની દેહલડીને છોડ ચાલ્યો વણઝારો, સુંદરવર કાયા છોડ ચાલ્યો વણઝારો. ૧. એણી રે કાયામેં પ્રભુજી પાંચ પણિયારી, પાણી ભરે છે ન્યારી ન્યારી. સું૨. એણી રે કાયામેં પ્રભુજી સાત સમુદ્ર, તેનો નીર ખારો મીઠો. સું૦ ૩. એણી રે કાયામેં પ્રભુજી નવસો નાવડીયો, તેનો સ્વભાવન્યારો. સું૦ ૪. એણી રે કાયામેં પ્રભુજી પાંચ રત્ન, પરખે પરખણ હારો. સું૦ ૫. ખુટ ગયું તેલ ને બુઝ ગઈ છતીયા, મંદિરમેં પડ ગયો અંધેર. હો. ૬. ખસ ગયો થંભો ને પડ ગઈ દેહિયા મટ્ટીમે મીલ ગયો ગારો. સું૦ ૭. આનંદધન કહે સુણો ભાઈ સાધુ, આવાગમન નિવારો. સું૦ ૮.
૪૦૯