________________
અહંદુ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
છયાશી વર્ષનું આયખું પાડળી પુરમાં હોશે રે; તસુ સુત દત્ત નામેં ભલો શ્રાવક મૂળ શુભ પોષે રે. વિર૦ ૧૦ કૌતુકી દામ ચલાવશે, ચર્મતણા તે જોય રે; ચોથ લેશે ભિક્ષા તણી, મહા આકરા કર હોય રે. વીર૦ ૧૧ ઈદ્ર અવધિયે જોયતા, દેખશે એહ સ્વરૂપ રે; દ્વિજ રૂપે આવી કરી, હણશે કલંકી ભૂપ રે. વર૦ ૧૨ દત્તને રાજ્ય વ્યાપી કરી, ઈદ્ર સુરલોકે જાય રે, દત્ત ધર્મ પાળે સદા, ભેટશે શત્રુંજયગિરિ રાય રે. વર૦ ૧૩ પૃથ્વી જિનમંડિત કરી, પામશે સુખ અપાર રે; દેવલોકે સુખ ભોગવે, નામે જયજયકાર રે. વર૦ ૧૪ પાંચમા આરાને છેડલે, ચતુર્વિધ શ્રી સંઘ હોશે રે; છઠો આરો બેસતાં, જિનધર્મ પહિલો જાશે રે. વિર૦ ૧૫ બીજે અગની જાયશે, ત્રીજે રાય ન કોય રે, ચોથે પ્રહરે લોપના, છ આરે તે હોય રે. વર૦ ૧૬
| (દોહા) છઠે આરે માનવી, બિલવાસી સવિ હોય; વીસ વર્ષનું આઉખું, પણ્ વર્ષે ગર્ભ જ હોય. ૧૭ સહસ ચોરાશી વર્ષપણે, ભોગવશે ભવિ કર્મ; તીર્થકર હોશે ભલો, શ્રેણિક જીવ સુધર્મ. ૧૮ તસુ ગણધર અતિ સુંદરૂ, કુમારપાળ ભૂપાળ; આગમ વાણી જોઈને, રચીયાં રયણ રસાળ. ૧૯ પાંચમા આરાના ભાવ એ, આગમે ભાખ્યા વીર; ગ્રંથ બોલ વિચાર કહ્યા, સાંભળજો ભવિ ધીર. ૨૦ ભણતાં સમકિત સંપજે, સુણતાં મંગળમાળ; જિનહર્ષ કહે કરોડ એ, ભાખ્યાં વયણ રસાળ. ૨૧
-૦૮