________________
પૂર્વાચાર્યોત સઝાય સંગ્રહ બેસશે રે, રાયજાદા અસવાર. મનુષ્ય૦ ૬. ઉંટ થઈને રે બોજા ઉપાડશો રે, ચરશો રે વલી કાંટા ને કંથાર; હાથને હડસેલે રે ઘર ભેગા થશો રે, ઉપર પડશે પાટુઓના માર. મનુષ્ય૦ ૭. ઝાડ થઈને રે વનમાં ઝુરશો રે, સહશો વલી તડકા ને ટાઢ; ડાળને પાંદડે રે પંખી માલા ઘાલશે રે, ઉપર પડશે કુહાડાંના ઘા. મનુષ્ય૦ ૮. ઉત્તમ નરભવ ફરી ફરી આતમા રે, મલવો છે મુશ્કેલ; એવી રૂપવિજયની શીખડી રે, સાંભળજો અમૃતવેલ. મનુષ્ય૦ ૯.
ક (૩૮) શ્રી પાંચમા આરાની સઝાય વીર કહે ગૌતમ સુણો, પાંચમા આરાનો ભાવ રે; દુઃખીયા પ્રાણી અતિ ઘણા, સાંભળ ગૌતમ સુભાવ રે. વર૦ ૧ શહેર હોશે રે ગામડાં, ગામ હોશે સ્મશાન રે; વિણ ગોવાળે રે ધણ ચરે, જ્ઞાન નહિ નિર્વાણ રે. વી૨૦ ૨ મુજ કેડે કુમતિ ઘણા, હોશે તે નિરધાર રે; જિનમતિની રૂચિ નવિ ગમે, થાપશે નિજમતિ સાર રે. વિર૦ ૩ કુમતિ ઝાઝા કદાગ્રહી, થાપશે આપણા બોલ રે; શાસ્ત્રમાર્ગ સવિ મૂકશે, કરશે નિજ મત મોલ રે. વિર૦ ૪ પાખંડી ઘણા જાગશે, ભાંગશે ધર્મના પંથ રે; આગમ મત મરડી કરી, કરશે નવા વળી ગ્રંથ રે. વિર૦ ૫ ચારણીની પરે ચાળશે, ધર્મ ન જાણે લેશ રે; આગમ શાખાને ટાળશે, પાળશે નિજ ઉપદેશ રેવિર૦ ૬ ચોર ચરડ બહુ લાગશે, બોલી ન પાળે બોલ રે; સાધુજન સીદાયશે, દુર્જન બહુલા મોલ રે. વી૨૦ ૭ રાજા પ્રધાને પડશે, હિંડશે નિર્ધન લોક રે; માગ્યા ન વરસશે મેહુલા, મિથ્યાત્વ હોશે બહુ થોક રે. વિર૦ ૮ સંવત ઓગણીશ ચૌદોત્તરે, હોશે કલંકી રાય રે; માતા બ્રાહ્મણી જાણીયે, બાપ ચાંડાળ કહેવાય રે. વીર૦ ૯
૪૦૭