SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ અર્ધ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા વર્ષા સમે સુગ્રી તે પક્ષી, કપિ ઉપદેશ કરાય; તે કપિને ઉપદેશ ન લાગ્યો, સુગ્રી ગૃહ વિંખાય. મૂ૦ ૪ નદી માંહે નિશદિન રહે પણ, પાષાણ પણું નવિ જાય; લોહ ધાતુ ટંકણ જો લાગે, અગ્નિ તુરત ઝરાય. મૂળ ૫ કાગ કંઠમાં મુકતાફળની, માળા તે ન ધરાય; ચંદન ચર્ચિત અંગ કરીને, ગર્દભ ગાય ન થાય. મૂ૦ ૬ સિંહ ચરમ કોઈ શિયાળસુતને, ધારે વેષ બનાય; શિયાળસુત પણ સિંહ ન હોવે, શિયાળપણું નવિ જાય. મૂ) ૭ તે માટે મૂરખથી અળગા રહે તે સુખીયા થાય; ઉખર ભૂમિ બીજ ન હોવે, ઉલટું બીજ તે જાય. મૂ૮ સમકિતધારી સંગ કરીને, ભવ ભય ભીતિ મિટાય; મયાવિજય સદ્ગુરુ સેવાથી, બોધિબીજ સુખ થાય. મૂ૦ ૯ F (૩૭) ઉપદેશક સઝાય , | (રાગ-સુખના હો સિંધુ રે) મનુષ્યભવનો ટાણો રે કાલે વહી જશેરે, અરિહંત ગુણ ગાવો નરનાર; રત્નચિંતામણિ આવ્યો હાથમાં રે; ભગવંત ગુણ ગાવો નરનાર. મનુષ્ય૦ ૧. બળદ થઈને રે બહુ ચિલા ચાંપશો રે, મલશે વળી ચોરાશીની ચાલ; નેતર બાંધી ઘાણીમાં ફેરવશે રે ઉપર બેસી મુરખ દેશે માર. મનુષ્ય૦ ૨ કૂતરા થઈને ઘર ઘર ભટકશો રે, ઘરમાં પેસવા ન દીયે કોય; કાનમાં કીડા રે પડશે અતિઘણા રે, ઉપર પડશે લાકડીનો માર. મનુષ્ય૦ ૩. ગધેડા થઈને રે ગલીઓમાં ભટકશો રે, ઉપાડશો અણતોલ્યા ભાર; ઉકરડાને ઓથે રે જઈને ભૂકશો રે, સાંજ પડે ઘણી ન લેશે સંભાળ. મનુષ્ય૦ ૪. ભેડ થઈને રે પાદર ભટકશો રે, કરશો વલી અશુચિના આહાર; નયણે દીઠો રે કોઈને નવિ ગમે રે. ઉપર પડશે પથરાના પ્રહાર. મનુષ્ય૦ ૫. ઘોડા થઈને રે ગાડીઓ ખેંચશો રે, ઉપર પડશે ચાબુકના માર; એકડો ચઢાઈ રે ઉપર ૪૦૬
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy