________________
પૂર્વાચાર્યોકત સક્ઝાય સંગ્રહ
એક દિવસનું રાજ્ય કરીને, માય મનોરથ પૂરે; સંયમ લીધો વીર જિન પાસે, દુર્ગતિ કરવા દૂર. આ૦ ૧૫
વિર સાથે ચંડિલે પહોંટ્યાં, નીર વહેતો દીઠો; બાંધીને પડઘો મેલ્યો, કૌતક લાગ્યો મીઠો. આ૦ ૧૬ ન્હાનું સરોવર હાનું ભાજન, નાવ કર્યું અઈમુત્તે; રઢિયાળી રમતા દેખીને, બાળક્રીડા કરી રમતે. આ૦ ૧૭ મધુર વચને મુનિવર બોલ્યા, નાવા તરતી જોઈ; રમત દેખી ઋષીશ્વર બોલે, હિંસા જીવની હોઈ. આ૦ ૧૮ બોલાવી મુનિ કહે બાળકને, એ આપણ નવિ કીજે; છકાય જીવ વિરાધના કરતાં, દુર્ગતિના ફળ લીજે. આ૦ ૧૯ લાજ ઘણી મનમાંહે ઉપની, સમવસરણ બિચ આયા; ઈરિયાવહીને તિહાં પડિક્કમતાં, ધ્યાન શુક્લમનધ્યાયા. આ૦ ૨૦ સ્થવિર જઈ ભગવંતને પૂછે, ભવ કેટલા હવે કરશે; ચરમશરીરી છે અઈમુત્તો, ઈણભવ મુકિત વરશે. આ૦ ૨૧ પંચ આચાર શુદ્ધ મને પાળી, અંગ ઈગ્યાર મુખ કીધા; ગુણરત્ન સંવચ્છર તપ કીધો, અંતગડ કેવલી સિદ્ધા. આ૦ ૨૨ અંતગડ ભગવતી મધે, એહ કહ્યો અધિકાર; રત્નસાગર કહે એ મુનિ વંદું, અઈમુત્તો અણગાર. આ૦ ૨૩ (૩૬) શ્રી મૂર્ખને પ્રતિબોધની સઝાય SF,
(રાગ-વિસરું નહિ પ્રભુનામ કદી હું) જ્ઞાન કદી નવ થાય, મૂરખને જ્ઞાન કદી નવ થાય; કહેતાં પોતાનું પણ જાય, મૂરખને૦ ૧ શ્વાન હોય તે ગંગાજળમાં, સો વેળા જો હાય; અડસઠ તીરથ ફરી આવે પણ, શ્વાનપણું નવિ જાય. મૂ૦ ૨ દૂર સર્પ પયપાન કરતાં, સંત પણું નહિ થાય; કસ્તૂરીનું ખાતર જો કીજે, વાસ લસણ નવિ જાય. મૂ૦ ૩
{૪૦૫