SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ અર્હદ્-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા ઈંણ અવસરે અઈમુત્તે રમતાં, મન ગમતા મુનિ દીઠા, કંચન વરણી કાયા દેખી, મનમાં લાગ્યા મીઠાં. આ બોલે કુમર અમીરસ વાણી, તેહ કહો અભિરામે; ખરે બપો૨ે પાય અણવાણે, ભમવું તે કણ કામે. આ૦ ૩ સાંભળ રાજકુમાર સોભાગી, શુદ્ધ ગવેષણા કીજે; નિર્દેષણ ને નિરતિચારી, ભાવે ભિક્ષા લીજે. આ૦ આવો આજ અમારે મંદિર, કહેશો તે વિધિ કરશું; જે જોઈએ તે જીગતિ કરીને, ભાવે ભિક્ષા ઘરશું. આ૦ ૫ એમ કહી ઘર તેડી ચાલ્યાં, આવ્યા મન આણંદે; અઈમુત્તા સું ગૌતમ દેખી, શ્રીદેવી પય વંદે. આ૦ s આજ અમારે રત્ન ચિંતામણી, મેહ અમીરસ વુઠ્યાં; કે અમ આંગણ સુરતરુ ફળીયા, અમપર ગૌતમ તુછ્યા. આ૦ ૭ ૨ ૪૦૪ ૪ રે બાલુડા બહુ બુદ્ધિવંતા, ગૌતમ ગણધર આવ્યા; થાળ ભરી મીઠા મોદક, ભાવ સહિત વહોરાવ્યા. આ૦ ૮ પય પ્રણમી અઈમુત્તો પૂછે, કિહાં વસો કૃપાળ; વસીયે વીર સમીપે સુણીને, સાથે ચાલ્યા સુકુમાળ. આ૦ ૯ કુમર કહે એહ ભાજન આપો, ભાર ઘણો તુંમ પાસે; ગૌતમ કહે અમે એહને દઈએ, ચારિત્ર લે પ્રભુ પાસે. આ૦ ૧૦ ચારિત્ર લઈશ હું પ્રભુ પાસે, ઝોળી દીયો મુજ હાથે; ગૌતમ પૂછે અનુમતિ કેહની માટે મોકલ્યા અમ સાથે. આ૦ ૧૧ વીર વાંદી જિનવાણી સુણીને, આવ્યા ઘર ઉલ્લાસે; અનુમતિ આપો માતા મુજને, દીક્ષા લેઉ પ્રભુ પાસે. આ૦ ૧૨ શ્રીદેવી કહે સુણ નાનડીયા, સંયમની શી વાતો; શું જાણે તું બાળપણામાં, આગમના અવદાતો. આ૦ ૧૩ વિનય કરીને માત પિતાને, કહે કુમર કુળ ભાણું; જે જાણું તે હું નવિ જાણું, જાણું નવિ તે જાણું. આ૦ ૧૪
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy