________________
પૂર્વાચાર્યોકૃત સઝાય સંગ્રહ F (૩૪) શ્રી જંબૂસ્વામીની સજઝાય સરસ્વતી સ્વામીને વિનવું, સદ્ગુરુ લાગું છું પાય; ગુણરે ગાશું જંબુસ્વામીના, હરખ ધરી મન માંય. ધન ધન ધન જંબૂસ્વામીને. એ ટેક0 ૧ ચારિત્ર છે વચ્છ દોહિલું, વ્રત છે ખાંડાની ધાર; પાયે અણવાણેજી ચાલવું, કરવાજી ઉગ્ર વિહાર. ધન૦ ૨ મધ્યાહ્ન પછી કરવી ગૌચરી, દિનકર તપે રે નિલાડ; વેળુ કવળ સમ કોળિયા, તે કિમ વાળ્યા એ જાય. ધન૦ ૩ કોડી નવ્વાણું સોવન તણી, તમારે છે આઠેજી નાર; સંસાર તણા સુખ માણ્યાં નહિ, ભોગવો ભોગ ઉદાર. ઘન૦ ૪ રામે સીતાને વિજોગડે, બહોત કિયા રે સંગ્રામ; છતી રે નારી તુમે કાંઈ તજો, કાંઈ તજો ધન ને ધામ. ઘન, ૫ પરણીને શું પરિહરો, હાથ મલ્યાના સંબંધ; પછી તે કરશો સ્વામી ઓરતો, જિમ કિધો મેઘ મુણાંદ. ધન૦ ૬ જંબુ કહે રે નારી સુણો, અમ મન સંયમ ભાવ; સાચો સ્નેહ કરી લખવો, તો સંયમ લ્યો અમ સાથ. ધન૦ ૭ તેણે સમે પ્રભવોજી આવીઓ, પાંચશે ચોર સંઘાત, તેને પણ જંબુસ્વામીએ બૂઝવ્યો, બૂઝવ્યા માત ને તાત. ધન૦ ૮ સાસુ સસરાને બૂઝવ્યા, બૂઝવી આઠે નાર; પાંચસે સત્તાવીશ શું, લીધોજી સંયમભાર. ધન૦ ૯ સુધર્માસ્વામી પાસે આવીયા, વિચરે છે મનને ઉલ્લાસ; કર્મ ખપાવી કેવળ પામીઆ, પહોંયાજી મુક્તિ મોઝાર. ધન૦ ૧૦ A B (૩૫) શ્રી અઈમુત્તામુનિની સઝાય : વીર સિંદ વાદીને ગૌતમ, ગૌચરિયે સંચરિયા, પોલાસપુર નગરીમાં મુનિવર, ઘરઘર આંગણ ફરીયા, આઘા આમ પધારો પૂજ્ય, અમઘર હોરણ વેળા. એ ટેક૦ ૧
૧૦૩F