________________
અર્ધ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા સાવત્થી નગરીમાં આવી જી રે, શ્રાવક હરખા અપાર; આ નગરી બનેવી તણી રે, હૈડા હરખા અપાર. મુ૦ ૪ જન સઘળા જમવા ગયા જી રે, જતિને મેલીયા રે એક; આહાર લેવા જબ ઉઠીયા જી રે, સાવત્થી નયરીમાં જાય. મુળ ૫ રાયને રાણી નીરખતાજી રે, નયણે વછૂટ્યા નીર; આવો તો મારો બાંધવોજી રે, ક્રોધ ચડ્યો અપાર. મુ૦ ૬ સાથે તે જનને બોલાવીયાજી રે, જતિને ઘો પ્રહાર; જન જઈ ઋષિને મલ્યાજી રે, વચને ઝાલી લ્યો રે હાથ. મુ૦ ૭. મસાણ ભૂમિ લઈ ગયાજી રે, કંપ્યા નહિ રે લગાર; ત્વચા ઉતારી જીવતાંજી રે, હણ્યો નાનેરો બાળ. મુ૦ ૮ જન જમીને આવીયાજી રે, શોધવા લાગ્યો રે વચ્છે; તે નયણે દેખે નહિજી રે, હૈડા ફાટી રે જાય. મુ૦ ૯ જન જઈ રાજાને મલ્યાજી રે, રાજા પૂછે રે વાત; કઈ નગરીના કયાં વસોજી રે, રહેતાં કેણી રે પાસ. મુ૦ ૧૦ અવંતિ નયરી સોહામણીજી રે, રાજા કેતુ રે રાય; ખગ્નકુમારે દીક્ષા ગ્રહોજી રે, રહેતા તેની પાસ. મુ૦ ૧૧ વિના વિચારે મેં કર્યું જી રે, હણતા ન કર્યો વિચાર; હા! હા! અણઘટતું મેં કર્યું જી રે, હણ્યો રાણીનો વીર. મુ) ૧૨ રાણીએ સંજમ આદર્યોજી રે, રાજા જંપ ન થાય; ઘેર જવું ગમતું નથીજી રે, લીધો સંજમ ભાર. મુ૦ ૧૩ પાંચશે સુભટ ભેળા થઈજી રે, મળીને કરે રે વિચાર; પંચ સમિતિ ત્રણ ગુપ્તિજી રે, મળીને કીધો વિચાર. મુ૦ ૧૪ તપ કરતાં અતિ આકરોજી રે, કરતા ઉગ્ર વિહાર કર્મ ખપાવી હુઆ કેવળજી રે, પહોંચ્યા મુક્તિ મોઝાર. મુ૦ ૧૫ હીરવિજયની વિનતિજી રે, લબ્ધિ વિજયની રે જોડ; આ સઝાય ભણતાં થકાંજી રે, સૌને ઉપજે વૈરાગ. મુ૦ ૧૬
-
૪૦૨