SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વાચાર્યોકત સજઝાય સંગ્રહ (૩૨) વૈરાગ્યની સજઝાય SF ઉચાં તે મંદિર માળીયા, સોડ વાળીને સૂતો; કાઢો કાઢો રે એને સૌ કહે, જાણે જન્મ્યો જ નહોતો; એક રે દિવસ એવો આવશે, મન સબળો જી સાલે. (એ આંકણી) ૧ અબુધપણામાં રે હું રહ્યો, મન સબળોજી સાલે; મંત્રી મળ્યા સવિ કારમા, તેનું કાંઈ નવ ચાલે. એક ૨૦ ૨ સાવ સોનાનાં રે સાંકળા, પહેરણ નવ નવા વાઘા; ધોળું વસ્ત્ર એના કર્મનું, તે તો શોધવા લાગ્યા. એક રે૦ ૩ ચરૂ કઢાઈયા અતિઘણાં, બીજાનું નહિ લેખું; ખોખરી હાંડલી એના કર્મની, તે તો આગળ દેખું. એક રે૦ ૪ કોના છોરું ને કોનાં વાછડું, કોનાં માય ને બાપ; અંત કાળે જાવું જીવને એકલું, સાથે પુન્ય ને પાપ. એક ૨૦ ૫ સગી રે નારી એની કામિની, ઉભી ડગમગ જુએ, તેનું પણ કાંઈ ચાલે નહિ, બેઠી ધ્રુસકે રૂ. એક રે૦ ૬ હાલાં તે વ્હાલાં શું કરો, વ્હાલાં વોળાવી વળશે; હાલાં તે વનનાં લાકડાં, તે તો સાથે જી બળશે. એક રે૦ ૭. નહિ ત્રાપો નહિ તુંબડી, નથી કરવાનો આરો; ઉદયરતન મુનિ ઈમ ભણે, મને ભવપાર ઉતારો. એક ૨૦ ૮ " (૩૩) શ્રી ખગકુમારની સજઝાય SF એવંતી નગરી સોહામણી, રાજા કેતુ રે નામ; વન ગયા મુનિને વાંદવાજી રે, ત્યાં ઉપન્યો વૈરાગ્ય, | મુનિશ્વર ! જૂવો ભગવંતના કહેણ. ઘેર આવી કહે માયને જી રે, અમે લઈશું સંજમ ભાર; કુંવર અમારો નાનકડો જી રે, એ અણઘટતું થાય. મુ૦ ૨ વાઘ સિંહ વનમાં વસે જી રે, ખગકુમાર કેમ જાય; પાંચશે સુભટ આગળ કર્યા રે, મેલ્યા કુમારની સાથ. મુ0 ૩ ૪૦૧
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy