SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ અહં ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા જાણી ઈમ ચોખાઈ ભજીયે, સમકિતકિરિયા શુધ્ધિ; 2ષભવિજય કહે જિન આણાથી વહેલાં વરશો સિદ્ધિ. અ૦ ૧૦ E (૩૧) હિત શિખામણની સઝાય : | (સાંભળજો મુનિ સંયમરાગે-એ દેશી) ગર્ભવાસમાં એમ ચિંતવતો, ધર્મ કરીશ હું ધાઈ રે, ઉંધે મસ્તક મલ મૂતરમાં, ગમતું નથી મુજ ભાઈ રે. ૧ જો રે જીવડાં તું રે વિચારી, આયુ ખૂટે દિનરાત રે; પંથિ મેળા સમ સર્વસંબંધી, નિજનિજ મારગ જાત રે. જો૦ ૨ જન્મથયોતવ તેહ વિસરીયો, ઉહ ઉહાં એમ કહેતો રે; મૂઢપણે રમત બહુ કરતો, પરવશ દુઃખ લહંતો રે. જો૦ ૩ યૌવન વય વિષયા સંગ લીનો, તરૂણી રસમાં રાતો રે; અશન વસન આરંભ પરિગ્રહ, રહે સદા મદમાતી રે. જો૦ ૪ ધર્મ ન કીધો ધન બહુ વિંછી, પુત્રાદિક પરિવરીયો રે; સગા સહોદર સગપણ કરતાં, મનમાં કાંઈ ડરીઓ રે. જો) ૫ પચાસ સાઠ વરસ લગે પહોતો, તોહી નાથ ન ગાયો રે; આશા બંધન પડીયો પ્રાણી, લક્ષ્મી કમાવા ધાયો રે. જો૦ ૬ સીત્તેર એસીએ બલણો, ઓશીઆળો તિહાં થાય રે; ઘડપણનાં દુઃખ છે અતિ મોટા, કહ્યું ન કરે કોઈ કાંય રે જો) ૭ પત્ની પ્રેમવતી પણ અળગી, સ્વારથ ન થયો પુરો રે; ડગમગતો લાકડીએ હિંડે, શ્વાસ ચડે ભલપૂરો રે. જો) ૮ પરવશ પાસ પડયા તું જીવડા, વિશ્વાસે ધન ખોઈ રે; ધરમ કરમ સઘલાં નવિ થાયે, રહ્યો ઉદાસે રોઈ રે. જો ૯ નેવું ઉપર સો વરસ લાગે, હોય આયુષ્યની દોરી રે; હાથે કર્યું તે સાથે આવે, આશા ફલે સવિ તોરી રે. જો ૧૦ એમ સમજીને ધર્મ કરો જીવ આગળ સુખ ઘણેરાં રે; હરવર્ધન શિષ્યક્ષેમપર્યાપે, હિત વચન એહ ભલેરાં રે. જો૦ ૧૧ ૪૦૦
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy