________________
પૂર્વાચાર્યોકત સઝાય સંગ્રહ ધન તે જિહાં તિહાં રહેવે રે, એકાકી જવો; લોભને લલુતા મૂકી રે, અરિહંતને ધ્યાવો. ૧૩ શિવરમણી સુખ ચાખો રે, અનુભવનો મેવો; ચેતવું હોય તો ચેતજો રે, સંસાર છે એવો. ૧૪ કવિ ઋષભની શિખડી રે, હૃદયમાં ધારો;
જીતી બાજી હાથથી રે, તમે કિમ વિસારો. ૧૫ ૬ (૩૦) ઋતુવતી અસઝાય નિવારક સજઝાય 5
(અડશો માંજો-એ દેશી) સરસતી માતા આદિ નમીને, સરસ વચન દેનારી, અસઝાયનું સ્થાનક બોલું, ઋતુવંતી જે નારી, અલગી રહેજે, ઠાણાં સૂત્રની વાણી કાને સુણજે. અ૦ ૧ મોટી આશાતના ઋતુવંતીની, જિનજીએ પ્રકાશી; મલિનપણું જે મન નવિ ધારે, તે મિથ્થામતિ વાશી. અ૦ ૨ પહેલે દિન ચંડાલણી સરિખી, બ્રહ્મઘાતિની વલી બીજે; પરશાસને કહે ધોબણ ત્રીજે, ચોથે શૂદ્રી વદીજે. અ૦ ૩ ચોથે દિવસે દરિસણ સૂઝે; સાતે પૂજા ભણીયે; ઋતુવંતી મુનિને પડિલાભે, સદ્ગતિ સહેજે હણીયે. અ૦ ૪ ઋતુવંતી પાણી ભરી લાવે, જિનમંદિર જલ લાવે; બોધિ બીજ નવિ પામે ચેતન, બહુલ સંસારી થાવે. અ૦ ૫ અસક્ઝાઈમાં જમવા બેસે, પાંત વિચે મન હિંસે; નાત સર્વ અભડાવી જમતી, દુર્ગતિમાં બહુ ભમશે. અ૦ ૬ સામાયિક પડિક્કમણે ધ્યાને, સૂત્ર અક્ષર નવિ જોગી; કોઈ પુરુષને નવિ આભડીયે, તસ ફરસે તન રોગી. અ૦ ૭. જિનમુખ જોતાં ભવમાં ભમીયે, ચંડાલણી અવતાર; ભુંડણ લુંટણ સાપિણી હોવે, પરભવે ઘણીવાર. અ૦ ૮ પાપડ વડી ખેરાદિક ફરસી, તેહનો સ્વાદ વિણાસે; આતમનો આતમ છે સાખી, હૈડે જોને તપાસી. અo ૯
૩૯૯