________________
અર્ધ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
-
૬ (૨૯) શ્રી આત્મશિખામણની સજઝાય
(મન મંદિર આવો રે.એ દેશી) અનુભવીયાંના ભવિયા રે, જાગીને જોજો; આગલ સુખ છે કેવાં રે, જીવો તે જોજો. ૧ બાળપણે ધર્મ ન જાણ્યો રે, તે રમતાં ખોયો, જોબનમેં મદ માતો રે, વિષયમાં મોહ્યો. ૨ ધર્મની વાત ન જાણી રે, ખોટી લાગી માયા; જોબન જશે જરા આવશે રે, ત્યારે કંપશે કાયા. ૩ મોહમાયામાં માગ્યો રે, સમકિત કિમ વરશ્ય; ક્રોધ વ્યાપ્યો છે સબલો રે, બોલતો નવિ ખલશે. ૪ ધનને કાજે ઘસમસતો રે, હિંડે હલફલતો; પાસે પૈસો પૂર છે રે, પુચ નથી કરતો. ૫ તેમને નાસિકા ગલશે રે, વલી વળશ્યો વાંકા; બોલ્યું કોઈ ન માનશે રે, ત્યારે પડશો ઝાંખા. ૬ દાંત પડ્યા મુખ ખાલી રે, ત્યારે કેહને કહેશો; ધર્મની વાત ન જાણી રે, પ્રભુજીને કિમ મલશ્યો. ૭ - ઉંબર ડુંગર થાશે રે, ગોલી થાશે ગંગા; પ્રભુજીનું નામ સંભારો રે, હોવે જિન રંગા. ૮ શેરી પરશેરી થાશે રે, ત્યારે બેસી રહેશો; લોભને લલુતા વધશે રે, બેઠા કચ કચ કરશો. ૯ શ્રીકરડાની વહૂઓ રે, રીસડીએ બળશે; એ ઘરડા ઘરમાંથી રે, કે દાડે ટળશે. ૧૦ પીપલ પાન ખરંતા રે, હસતી કુંપલીયાં; અમ વીતી તમ વિતશે રે, ધીરી બાપડીયાં. ૧૧ રાવણ સરિખા રાજવી રે, ગયા જનમારો ખોતાં; પાપી હાથ ઘસતા રે, જાણે જમ્યા નોતા. ૧૨
૩૯૮