________________
પૂર્વાચાર્યોત સઝાય સંગ્રહ નારાયણપુરી દ્વારિકા, બળતી મેલી નિરાશ રે, રોતા રણમાં તે એકલાં, નાઠા દેવ આકાશ રે, કિહાં તરૂ છાયા આવાસરે, જળ જળ કરી ગયો સાસ રે, બળભદ્ર સરોવર પાસ રે, સુણી પાંડવ શિવવાસ રે. સહ૦ ૫ ગાજી ગાજી બોલતા, કરતાં હુકમ હેરાન રે, પોઢયા અગ્નિમાં એકલાં, કાયા રાખ સમાન રે; બ્રહ્મદત્ત નરકપ્રયાણ રે, એ ઋદ્ધિ અથિર નિદાન રે. જેવું પીંપળ પાન રે, મ ધરો જૂઠ ગુમાન રે. સહ૦ ૬ વાલેસર વિના એક ઘડી, નવિ સોહાતું લગાર રે, તે વિના જનમારા વહી ગયો, નહિ કાગળ સમાચાર રે, નહિ કોઈ કોઈનો સંસાર રે. સ્વારથીયો પરિવાર રે, માતા મરૂદેવી સાર રે, પહોંત્યાં મોક્ષ મોઝાર રે. સહ૦ ૭ માતા પિતા સુત બંધવા, અધિકો રાગ વિચાર રે, નારી અસારી રે ચિત્તમાં, વિંછે વિષય ગમાર રે; જુઓ સૂરિકાંતા જે નાર રે, વિષ દીયો ભરતાર રે, નૃપ જિનધર્મ આધાર રે, સજ્જન નેહ નિવાર રે. સહ૦ ૮ હસી હસી દેતા રે તાળીઓ, શય્યા કુસુમની સાર રે, તે નર અંતે માટી થયા, લોક ચણે ઘરબાર રે; ઘડતા પાત્ર કુંભાર રે, એહવું જાણી અસાર રે.. છોડ્યો વિષય વિકાર રે, ધન્ય તેહનો અવતાર રે. સહ૦ ૯ થાવસ્યાસુત શિવ વર્યા, વળી એલાચીકુમાર રે, ધિક્ ધિક વિષયા રે જીવન, લઈ વૈરાગ્ય રસાળ રે; મહેલી મોહ જંજાળ રે, ઘર રમે કેવળ બાળ રે, ઘચ કરકંડુ ભૂપાળ રે.
સહ૦ ૧૦. શ્રી શુભવિજય સુગુરુ લહી, ધર્મ રયણ ધરો છેક રે, વીર વચન રસ શેલડી, ચાખે ચતુર વિવેક રે, ન ગમે તે નર ભેક રે, ધરતા ધર્મની ટેક રે, ભવજળ તરિયા અનેક રે.
સહ૦ ૧૧
૩૯૭