________________
અર્વગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા વંશજાળ માયાતણી, વણ૦ નવ કરજે વિશરામ; અહો ખાડી મનોરથ ભટતણી, વણ૦ પૂરણનું નહિ કામ. અહો, ૪ રાગદ્વેષ દોય ચોરટા, વણ૦ વાટમાં કરશે હેરાન, અહો૦ વિવિધ વિર્ય ઉલ્લાસથી, વણ૦ તે હણજે રે ઠાર. અહો૦ ૫ એમ સવિ વિઘન વિદારીને, વણ પહોંચજે શિવપુરવાસ અહો૦ ક્ષય ઉપશમ જે ભાવના, વણ૦ પોઠે ભર્યા ગુણરાશ. અહો૦ ૬ ખાયિક ભાવે તે થશે, વણ૦ લાભ હોશે તે અપાર; અહો૦ ઉત્તમ વણજ જે એમ કરે, વણo પદ્મ નમે વારંવાર. અહો૦ ૭
-
--
-
--
--
----
ક (૨૮) સહજાનંદીની સઝાય
| ( રાગ- બીજી અશરણ ભાવના ) સહજાનંદી રે આતમા, સૂતો કાંઈ નિશ્ચિત રે, મોહતણા રણીયા ભમે, જાગ જાગ મતિવંત રે; લૂટે જગતના જંત રે, નાખી વાંક અત્યંત રે, નરકાવાસ ઠવંત રે, કોઈ વિરલા ઉગરંત રે. સહ૦ ૧ રાગદ્વેષ પરિણતિ તજી, માયા કપટ કરાય રે, આકાશ કુસુમ પરે જીવડો, ફોગટ જનમ ગમાય રે; માથે ભય યમરાયનો રે, શ્યો મને ગર્વ ધરાય રે, સહુ એક મારગ જાય રે, કોણ જગ અમર કહાય રે. સહ૦ ૨ રાવણ સરીખા રાજવી, નાગા ચાલ્યા વિણ ધાગ રે; દશ માથા રણ રડવડ્યાં, ચાંચ દીએ શિર કાગ રે, દેવ ગયા સવિ ભાગ રે, ન રહ્યો માનનો છાગ રે, હરિ માથે હરિ નાગ રે, જો જો ભાઈઓના રાગ રે. સહo ૩ કેઈ ચાલ્યા કેઈ ચાલશે, કેતાં ચાલણહાર રે; મારગ વહેતો રે નિત્ય પ્રત્યે, જોતાં લગ્ન હજાર રે; દેશવિદેશ સુધાર રે, તે નર એણે સંસાર રે; જાતાં જમ દરબાર રે, ન જુવે વાર કુવાર રે. સહ૦ ૪
-
૩૯૬