________________
પૂર્વાચાર્યોમૃત સજ્ઝાય સંગ્રહ
માગશર સુદી અગીયારસ મ્હોટી, નેવું જિનના નિરખો; દોઢસો કલ્યાણક મ્હોટા, પોથી જોઈને હરખો. આછ સુવ્રત શેઠ થયો શુદ્ધ શ્રાવક, મૌન ધરી મુખ રહીયો; પાવક પુર સઘળો પરજાળ્યો, એહનો કાંઈ ન દહીયો. આ૦ ૫ આઠ પહોર પોસો તે કરીએ, ધ્યાન પ્રભુનું ધરીએ; મન વચન કાયા જો વશ કરીયે, તો ભયસાયર તરીએ. આ૦ ૬ ઈર્યા સમિતિ ભાષા ન બોલે, આડું અવળું પેખે; પડિકમણા શું પ્રેમ ન રાખે, કહો કિમ લાગે લેખે. આ૦ ૭ કર ઉપર તો માળા ફિરતી, જીવ ફરે મન માંહી; ચિત્તડુંને ચિહું દિશિયે દોડે, ઈણ ભજને સુખ નાંહી. આ૦ ૮ પૌષધશાળે ભેગાં થઈને, ચાર કથા વળી સાંધે; કાંઈક પાપ મિટાવણ આવે, બારગણું વળી બાંધે. આ૦ ૯ એક ઉદંતી આળસ મરડે, બીજી ઉંઘે બેઠી; નદીઓમાંથી કાંઈક નિસરતી, જઈ દરિયામાં પેઠી. આ૦ ૧૦ આઈ બાઈ નણંદ ભોજઈ, નહાની મોટી વહુને; સાસુ સસરો મા ને માસી, શિખામણ છે સહુને. આ૦ ૧૧ ઉદયરત્ન વાચક ઉપદેશે, જે નરનારી રહેશે; પોસામાંહે પ્રેમ ધરીને, અવિચળ લીલા લહેશે. આજ ૧૨
(૨૭) વણઝારાની સજ્ઝાય
૪
નરભવનગર સોહામણું વણઝારા રે,
પામીને કરજે વ્યાપાર, અહો મોરા નાયક રે;
સત્તાવન સંવરતણી, વણ૦ પાઠી ભરજે ઉદાર અહો૦ ૧ શુભ પરિણામ વિચિત્રતા, વણ૦ કરિયાણાં બહુ મુલ અહો મોક્ષનગર જાવા ભણી, વણ૦ કરજે ચિત્ત અનુકુળ. અહો૦ ૨ ક્રોધ દાવાનળ ઓલવે, વણ૦ માન વિષમ ગિરિરાજ; અહો૦ ઓલંઘજે હળવે કરી, વણ૦ સાવધાન કરે કાજ અહો૦ ૩
૩૯૫