________________
અર્ધ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
વિવેકી. નામ ઠવ્યું દીય બાળનું રે લાલ, પુષ્પચૂલા વંકચૂલ રે, વિવેકી. આદરજો, ૨ અનુક્રમે ઉદ્ધત થયો રે લાલ, લોક કહે વંકચૂલ રે, વિવેકી. લોક વચનથી ભૂપતિ રે લાલ, કાક્યો સુત વંકચૂલ રે. વિવેકી, આદરજો. ૩. પુષ્પચૂલા લઈ બેનડી રે લોલ, પલ્લીમાં ગયો વંકચૂલ રે; વિવેકી. પલ્લીપતિ કર્યો ભિલડે રે લાલ, ધર્મ થકી પ્રતિકુળ રે. વિવેકી. આદરજો. ૪. સાત વ્યસન સરસે રમે રે લાલ, ન ગમે ઘર્મની વાત રે; વિવેકી. ધાડ પાડે ને ચોરી કરે રે લાલ. પાંચસે તેણી સંગાથ રે. વિવેકી. આદરજો૦ ૫. ગજપુરપતિ દીયે દીકરી રે લાલ, રાખવા નગરનું રાજ રે; વિવેકી. સિંહ ગુફા તિણે પલ્લીમાં રે લાલ, નિર્ભય રહે ભિલ્લરાજરે. વિવેકી. આદરજો. ૬. સુસ્થિત સદ્ગુરુથી તેણે રે લાલ, પામ્યા નિયમ તે ચાર રે; વિવેકી. ફળ અજાણ્યું કાગ માંસનો રે લાલ, પટરાણી પરિહાર રે. વિવેકી. આદરજો૦ ૭. સાત ચરણ ઓસર્યા વિના રે લાલ, ન દેવો રિપુશિર ઘાવ રે; વિવેકી. અનુક્રમે તે ચારે નિયમના રે લાલ, પારખાં લહે ભિલ્લરાય રે. વિવેકી. આદરજો) ૮. વંકચૂલે ચારે નિયમના રે લાલ; ફળ ભોગવિયાં પ્રત્યક્ષ રે; વિવેકી પરભવે સુરસુખ પામીયો રે લાલ, આગળ લહેશે મોક્ષ રે. વિવેકી. આદરજો) ૯. કષ્ટ પડે જે સાહસી રે લાલ, ન લોપે નિજ સીમ રે; વિવેકી, કહે મતિ નીકી તેહની રે લાલ, જેહ કરે ધર્મ નીમ રે. વિવેકી. આદરજો૦ ૧૦.
Bક (૨૬) શ્રી મૌન એકાદશીની સજઝાય , આજ હારે એકાદશી રે, નણદલ મૌન કરી મુખ રહીએ, પૂક્યાનો પડુત્તર પાછો, કેઈને કાંઈ ન કહીએ. આ૦ ૧
હારો નણદોઈ તુજને વ્હાલો, મુજને હારો વીરો; ધુમાડાના બાચકાં ભરતાં, હાથ ન આવે હીરો. આ૦ ૨ ઘરનો ધંધો ઘણો કર્યો પણ એક ન આવ્યો આડો; પરભવ જાતા પાલવ જાલે, તે મુજને દેખાડો. આ૦ ૩
૩૯૪