________________
-
-
- પૂર્વાચાયત સજઝાય સંગ્રહ ક (૨૪) શ્રી કૃષ્ણ-વાસુદેવની સઝાય
નગરી દ્વારિકામાં નેમિ જિનેશ્વર, વિચરંતા પ્રભુ આવે; કૃષ્ણ નરેશ્વર વધાઈ સુણી રે, જીત નિશાન બનાયે હો પ્રભુજી, નહિ જાઉં નરક ગેહે નહિ જાઉં હો નેમજી, નહિ જાઉં નરક ગેહે, (એ આંકણી) ૧. અઢાર સહસ સાધુજીને વિધિશું વાંધા અધિક હરખે; પછી નેમિ જિનેશ્વર કેરાં, ઉભા મુખડાં નિરખે. હો નહિ૦ ૨. નેમિ કહે તુમ ચાર નિવારી, ત્રણ્ય તણાં દુઃખ રહીયાં, કૃષ્ણ કહે હું ફરી ફરી વાંદુ, હર્ષ ધારી મન હૈયાં હો નહિ) ૩. નેમિ કહે એ ટાળ્યા નવિ ટળે, સો વાતે એક વાત; કૃષ્ણ કહે મ્હારા બાલ બ્રહ્મચારી, નેમિ જિનેશ્વર ભ્રાત. હો નહિ૦ ૪. સ્ફોટા રાજાની ચાકરી કરતા, રાંક સેવક બહુ રળશે; સુરતરુ સરીખા અફળ જશે ત્યારે, વિષ વેલડી કેમ ફળશે. હો નહિ૦ ૫. પેટ આવ્યો તે ભોરીંગ વેઠે, પુત્ર કપુત્ર જ જાયો; ભલો ભૂંડો પણ જાદવ કુળનો, તુમ બાન્ધવ કહેવાયો. હો નહિ૦ ૬. છપ્પન કોડ જાદવનો રે સાહેબો, કૃષ્ણ જો નરકે જાશે; નેમિ જિનેશ્વર કેરો રે બન્ધવ જગમાં અપજશ થાશે તો નહિ૦ ૭. શુદ્ધ સમકિતની પરીક્ષા કરીને, બોલ્યા કેવળ નાણી; નેમિ જિનેશ્વર દિયે રે દિલાસો, ખરો રૂપૈયો જાણી. હો નહિ૦ ૮. નેમિ કહે તુમ ચિંતા ન કરશો, તુમ પદવી અમ સરખી; આવતી ચોવિશીમાં હોશો તીર્થકર, હરિ પોતે મન હરખી. હો નહિ૦ ૯. જાદવકુળ અજવાળું રે નેમજી, સમુદ્ર વિજય કુળ દીવો; ઈન્દ્ર કહે રે શિવાદેવીનો નન્દન, ક્રોડ દિવાળી જીવો. તો નહિ૦ ૧૦.
ક (૨૫) શ્રી વંકચૂલની સઝાય ક.
( રાગ-કોઈલો મર્વત ધુંધલો રે લાલ ) જંબૂદ્વીપમાં દીપતું રે લાલ, ક્ષેત્ર ભરત સુવિશાળ રે; વિવેકી. શ્રીપુર નગરનો રાજી રે લાલ, વિમળશા ભૂપાળ રે. વિવેકી આદરજો કાંઈ આખડી રે લાલ. ૧. એ આંકણી સુમંગળા પટરાણીએ રે લાલ, જનમ્યા તે યુગલ અમૂલ રે;
-
---
-
-
૩૯૩