________________
અર્હદ્-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
કરમા૦ ૧૦. તું હતી બાઈ રાજાની કુંવરી, એ હતો સુડાની તે જાત; સેજે સેજે તેં તો બાણ જ નાખ્યો, ભાંગી સુડાની પાંખ રે. કરમા૦ ૧૧. તમે તમારી વસ્તુ સંભારો, મારે સંજમ કેરો ભાવ; દીક્ષા લેશું ભગવંતની પાસે, પહોંચશું મુક્તિ મોઝાર રે, કરમા૦ ૧૨. પુત્ર હતો તે રાયને સોંપ્યો, પોતે લીધો સંજમ ભાર; હીરવિજય ગુરુ ઈણી પેરે બોલે, આવાગમન નિવાર રૈ, કલાવતી સતી શિરોમણિ નાર ૧૩.
(૨૩) શ્રી મરૂદેવી માતાની સજ્ઝાય
એક દિન મરૂદેવી આઈ, કહે ભરતને અવસર પાઈ રે; સુણો પ્રેમ ધરી૦ ૧. મારે રીખવ ગયો કોઈ દેશે, કેઈ વારે મુજને મળશે રે સુણો૦ ૨. તું તો ષટ્ ખંડ પૃથ્વી માણે, મારા સુતનું દુઃખ નિવ જાણે રે. સુણો૦ ૩. તું ચામર છત્ર ધરાવે, મારો રીખવ વિકટ પંથે જાવે રે. ૪. તું તો સરસા ભોજન આસી રીખવ નિત્ય ઉપવાસી રે. સુણો૦ ૫. તું તો મંદિર માંહે સુખ વિલસે, મારો અંગજ ધરતી ફરસે રે. સુણો૦ ૬. તું તો સ્વજન કુટુંબમાં મહાલે, મારો રીખવ એકલડો ચાલે રે. સુણો૦ ૭. તું તો વિષય તણા સુખ સુચે, મારા સુતની વાત ન પૂછે રે. સુણો૦ ૮. એમ કહેતી મરૂદેવી વયણે, આંસુ જળ લાગી નયણે રે. સુણો૦ ૯. એમ સહસ વર્ષને અંતે, લહ્યો કેવળ ઋષભ ભગવંતે રે. સુણો૦ ૧૦. હવે ભરત ભણે સુણો આઈ, સુખ દેખી કરો વધાઈ રે. સુણો૦ ૧૧. આઈ ગજખાંધ બેસાર્યા, સુત મળવાને પાઉં ધાર્યાં રે. સુણો૦ ૧૨. કહે એહ અપૂરવ વાજાં, કિહાં વાજે એ તાજાં રે, સુણો૦ ૧૩, તવ ભરત કહે સુણો આઈ, તુમ સુતની એ ઠકુરાઈ રે, સુણો૦ ૧૪. તુમ સુત આગે ઋદ્ધિ સૌની, તૃણ તોલે સુરનર બહુની રે. સુણો૦ ૧૫. હરખે નયણે જળ આવે. તવ પડળ બેઉ ખરી જાવે રે. સુણો૦ ૧૬ હું જાણતી દુઃખીયો કીધો, સુખીયો છે સહુથી અધિકો રે. સુણો૦ ૧૭ ગયો માહ અનિત્યતા આવે, તવ સિદ્ધ સ્વરૂપી થાવે રે. સુણો૦ ૧૮. જબ જ્ઞાનવિમળ વધુનારી, તવ પ્રગટી અનુભવ સારી રે. સુણો૦ ૧૯.
૩૯૨