SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વાચાર્યોકૃત સજ્ઝાય સંગ્રહ ભવિ પરમ્પરા વાત સાંભળી, સૂરિકાન્તા આવે ત્યાંય; ભવિ૦ મારગ હેંડે મલપતી, મેલી છૂટી વેણ. મિત્રને કહે ખસ આઘા રહો, આ શું થયું તત્કાળ; ૐ હૈં કરતી હૈડે પડી, નખ દીધો ગલા હેઠ. અરિહંત મનમાં સમરીને, પહોંચ્યા દેવલોકમાંય; હીરવિજય ગુરુ હીરલો, ધન્ય એના પરિણામ. ભિવ ૯ વિ ૭ ૩૯૧ ભવિ ભવિ૦ ૮ મૈં (૨૨) શ્રી કલાવતીની સજ્ઝાય નયરી કોસંબીનો રાજા રે કહીએ, નામે જયસિંહ રાય; બેન ભણી રે જેણે બેરખડાં મોકલીયાં, કરમા તે ભાઈના કહેવાય રે. ૧. કલાવતી સતી રે શિરોમણી નાર, પહેલીને રયણીએ રાજ પધારીયા, પૂછે બેરખડાની વાત; કહોને સ્વામી તમે બેરખડા ઘડાવ્યા, સરખી ન રાખી નાર રે. કરમા૦ ૨. બીજીને મહેલે રયણી રાજા પધારીયા, પૂછે બેરખડાની વાત; કહોને કોણે તમને બેરખડા ઘડાવ્યા, તું નથી શિયલવંતી નાર રે. કરમા૦ ૩. ઘણું જીવો જેણે બેરખડાં મોકલીયાં, અવસર આવ્યો એહ; અવસર જાણીને બેરખડાં મોકલીયાં, તેહ મેં પહેર્યાં છે એહ રે. કરમા૦ ૪. મારે મન એહ ને એને મન હુંય, તેણે મોકલીયા એહ; રાત દિવસ મારા હઈડે ન વિસરે, દીઠે હરખ ન માય રે. કરમા૦ ૫. એણે અવસરે રાજા રોષે ભરાણો. તેડાવ્યા સુભટ બે ચાર; સુકી નદીમાં છેદન કરાવી, ‘કર' લઈ વહેલો રે આવ રે. કરમા૦ ૬. સૂકું સરોવર લહેરે જાય, વૃક્ષ નવપલ્લવ થાય; ‘કર’ નવા આવે ને બેટડો ધવરાવે. તે શિયલ તણે સુપસાય, રે, કરમા૦ ૭. બેરખડા જોઈ રાજા મન વિમાસે, મેં કીધો અપરાધ; વિણ અપરાધે મેં તો છેદન કરાવીઆ, તે મેં કીધો અન્યાય રે. કરમા ૮. એણે અવસર રાજા ધાન ન ખાય, મોકલ્યા સુભટ બે ચાર; રાત-દિવસ રાજા મનમાં વિમાસે, જો આવે શિયલવંતી નાર રે. કરમા૦ ૯. એણે અવસરે શ્રી ભગવંત પધાર્યા, પૂછે પૂર્વભવની વાત; શા શા અપરાધ મેં કીધા પ્રભુજી, તે મેં કહોને આજ રે.
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy