________________
અહિંદ્રગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા કુલમાં જિનજી નેમ નગીનો, વમન કરી છે મુજને તેણ રે. દેવ, બંધન તેહના તુમે શિવાદેવી જાયા, એવડો પટંતર કારણ કેણ રે. દેવ) ૩. પરદારા સેવી પ્રાણી નરકમાં જાય, દુર્લભબોધિ હોય પ્રાય રે; દેવ૦ સાધવી સાથે ચૂકી પાપ જે બાંધે, તેહનો છૂટકારો કદીય ન થાય રે. દેવ૦ ૪. અશુચિ કાયા રે મળમૂત્રની ક્યારી, તમને કેમ. લાગી એવડી પ્યારી રે; દેવ૦ હું રે સંયમી તમે મહાવ્રત ધારી, કામે મહાવ્રત જાશો હારી રે. દેવ૦ ૫. ભોગ વમ્યા રે મુનિ મનથી ન ઈચ્છ, નાગ અગંધન કુલના જેમ રે, દેવ) ધિક કુલ નીચા થઈ નેહથી નિહાલે, ન રહે સંયમ શોભા એમ રે. દેવ૦ ૬. એહવા રસીલાં રાજુલ વયણ સુણીને, બૂઝયા રહનેમિ પ્રભુજી પાસ રે; દેવ૦ પાપ આલોઈ ફરી સંયમ લીધું, અનુક્રમે પામ્યા શિવ આવાસ રે. દેવ૦ ૭. ધન્ય ધન્ય જે નરનારી શીયલને પાલે, સમુદ્ર તર્યા સમ વ્રત છે એહ રે; દેવ) રૂપ કહે રે તેહના નામથી હોવે, અમ મન નિર્મલ સુંદર દેહ રે. દેવ૦ ૮.
= (૨૧) શ્રી સૂર્યકાન્તાની સઝાય ક સરસતી સ્વામીને વિનવું, સદ્ગુરુ લાગું પાય ભવિયણ સાંભળો; સૂરિકાન્તા પૂછે પુત્રને, કેવા વહાલા તારા તાત. ભવિ૦ ૧ એશું બોલો રે મોરી માવડી, પિતા પિતા રે ગુરુને ઠામ, ભવિ૦ સૂરિકાન્તા મન ચિંતવે, નકામો ભરતાર. ભવિ૦ ૨ છઠ અઠમના પારણા, જમવા તેડું રાય; ભવિ) વિષ ઘોલીને વિષ ભેળવ્યું, જમવા આવે રાય. ભવિ૦ ૩ સોના કચોલે વિષ પીરસ્યા, જમવા આવ્યા રાય, ભવિ૦ રત્ન કચોલે વિષ પીરસ્યા, જમવા બેઠા રાય. ભવિ૦ ૪ ચતુર રાયે વિષ ઓળખું, ક્ષમા આણી ત્યાંય, ભવિ૦ નારી એ વિષની વેલડી રે, નારી નરકની ખાણ. ભવિ૦ ૫ ચળુ કરીને રાય ઉભા થયા, ગયા પૌષધશાલામાંય, ભવિ૦ ભોંય સંથારે રાયે કર્યો, લોચે એકાએક ભવિ૦ ૬
૩૯૦