________________
પૂર્વાચાર્યો કૃત સઝાય સંગ્રહ ઓલંભા દેતીથી. અહો મુનિવરજી) ૧. તમે ચતુર ચોમાસું કહી ચાલ્યા, તે ઉપર મેં દિન એ ગાળ્યા; હવે ભલું થયું નયણે ભાળ્યા. અહો મુનિવરજી) ૨. હવે દુઃખડા મારા ગયાં દૂરે, આનંદ નદી હરખે પૂરે; હવે ચિત્ત ચિંતા સઘલી ચૂરે. અહો મુનિવરજી૦ ૩. મારા તાપ ટલ્યા સઘલા તનનાં, મારા વિલય ગયા વિકલ્પ મનના; વલી ગૂઠા નીર અમૃત ધનના. અહો મુનિવરજી૦ ૪. એક ચોમાસું ને ચિત્રશાલી, એ નાટક ગીતતણી તાલી; મુજ સાથે રમીયે મન વાલી, અહો મુનિવરજી૦ ૫. તવ બોલ્યા શુલિભદ્ર સુણ બાળા, તુમ કરીશ ચિત્ત ચરિત્ર ચાળા; એ વાતતણા હવે ધો તાળા. ૬. અહો મનહરણી, તુમ મુઝ ઉપર રાગ સરાગ ન રાખો; અહો સુખકરણી, સંજમરસથી રાગ હૈયામાં : રાખો. ૭. હવે રસભરી વાત તિહાં રાખી, મેં સંયમ લીધું ગુરુસાખી; ચિત્ત ચોપે ચારિત્ર રસ ચાખી. અહો મનહરણ૦ ૮. હવે વિષય તૃષ્ણાની મન વારો, હવે ધરમ દયાથી દિલ ધારો; એ ભવોદધિથી આતમ તારો. અહો મનહરાણી) ૯. કોશ્યા મુનિ વચને પ્રતિબોધી, આશ્રવ કરણી તે સવિરોધી; તે વ્રત ચોથું લઈ થઈ સુધી, અહો મનહરણી) ૧૦. જે નર પ્રીત એહવી પાલે, જે વિષમ વિષયથી મન વાલે; તે તો આતમ પરિણતિ અજુઆલે, અહો મનહરણી) ૧૧. જે એહવા ગુણીના ગુણ ગાવે, જે ધરમ રંગ અંતર ધ્યાવે; તે તો મહાનંદ પદ નિશ્ચલ પાવે. અહો મનહરણી) ૧ ૨. કક (૨૦) શ્રી રહનેમિ ને રાજીમતીની સઝાય 5
( રાગ-વિનય કરે જો ચેલા વિનય કરે જો ) કાઉસ્સગ્ગ ધ્યાને મુનિ રહનેમિ નામે, રહ્યા છે ગુફામાં શુભ પરિણામે રે. દેવરિયા મુનિવર ! ધ્યાનમાં રહેજો, ધ્યાનથી હોય ભવનો પાર રે; દેવ) વરસાદે ભીનાં ચીવર મોકળાં કરવા, રાજુલ આવ્યા છે તેણે ઠામ રે દેવ૦ ૧. રૂપે રતિ રે વચ્ચે વર્જિત બાળા, દેખી ખોભાણે તિણે કામ રે; દેવ૦ દીલડું લોભાણું જાણી રાજુલ ભાખે, રાખો સ્થિર મન ગુણના ધામ રે. દેવ૦ ૨. જાદવ
૩૮૯