________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા આવી ઉભો છું દ્વારે, પ્રભુ દર્શન દેશો ક્યારે, અંતરની અભિલાષા, પ્રભુ પૂરી કરશો ક્યારે; સળગી રહ્યો છું આજે, સંસાર કેરા તાપે, શીતળ તમારી છાયા, પ્રભુ મુજને ધરશો ક્યારે; ભક્તિ કરી ન ભાવે, શક્તિ વૃથા ગુમાવી, ફાવી ન કોઈ યુક્તિ, પ્રભુ હિંમત ધરશો ક્યારે; દ્રષ્ટિ ન દૂર પહોંચે, સૃષ્ટિ આ શૂન્ય ભાસે, અંધારઘેર્યા ઉરને, પ્રભુ ઉજ્વળ કરશો ક્યારે; ભવો ભવ ભમી ભમીને, આવ્યો તુમારે શરણે, સુના સુના જીવનમાં, પ્રભુ આવી મળશો ક્યારે. ૪૭ સહુ પ્રાણી આ સંસારના, સન્મિત્ર મુજ હાલા થજો, સદગુણમાં આનંદ માનું, મિત્ર કે વેરી હજો; દુ:ખિયા પ્રત્યે કરૂણા અને, દુશમન પ્રતિ માધ્યસ્થતા, શુભ ભાવના પ્રભુ ચાર, આ આવો સદા મુજ હૃદયમાં. ૪૮ સુખદુખમાં અરિ મિત્રમાં, સંયોગ કે વિયોગમાં, રખડું વને વા રાજભવને, રાચતો સુખભોગમાં; મમ સર્વ કાળે સર્વ જીવમાં, આત્મવત્ બુદ્ધિ બધી, તું આપજે મમ મોહ કાપી, આ દશા કરૂણાનિધિ. ૪૯ હે દેવ તારા દિલમાં, વાત્સલ્યના ઝરણાં ભર્યા, હે નાથ તારા નયનમાં, કરૂણાતણા અમૃત ભર્યા; વિતરાગ તારી મીઠી મીઠી, વાણીમાં જાદુ ભર્યા, તેથી જ તારા શરણમાં બાલક બની આવી ચડ્યા. ૫૦ વર્ષ માસ ને પક્ષ અમારા સફળ થયા જિનજી ભાળી, થઈ જિંદગી સફળ અમારી પ્રભુ અંગે લોચન ઢાળી; દિવસ ઘડી ને સમય આજના સુરતરૂ સુરમણિ અધિકેરા, બોધિબીજશું હોઈ સગાઈ મીટી ગયા ભવના ફેરા. ૫૧ શક્તિ મળે તો મુજને મળજો જિનશાસન સેવા સારું, ભક્તિ મળે તો મુજને મળજો જિનશાસન લાગે પ્યારું;
૧
૪