________________
પ્રભુ પ્રાર્થનાની સ્તુતિઓ સુણ્યા હશે પૂજ્યા હશે નિરખ્યા હશે પણ કો ક્ષણે, હે જગતબન્ધ ચિત્તમાં ધાર્યા નહીં ભક્તિ પણે; જન્મ્યો પ્રભુ તે કારણે દુઃખપાત્ર હું સંસારમાં, હા ભક્તિ તે ફળતી નથી જે ભાવ શુન્યાચારમાં. ૪૦ શું કર્મ કેરો દોષ આ, અથવા શું મારો દોષ છે, શું ભવ્યતા નથી માહરી, કાળનો શું દોષ છે; અથવા શું મારી ભક્તિનિશ્ચલ આત્મામાં પ્રગટી નથી, જેથી પરમપદ માંગતાં પણ દાસને દેતાં નથી. ૪૧ વિમલ ગિરિવરદર્શન કરતાં, આજ હરખ અતિ ઉર ઉભરાય, ધન્ય દિવસ ઘડી ધન્ય જીવન મુજ નિરખી નયના પાવન થાય; પૂર્વ નવ્વાણું વાર પધાર્યા, પ્રથમ નિણંદ એ તીરથ રાય, ત્રણ ભુવનમાં અનુપમ તીરથ, નમીયે તેહને શીષ નમાય. ૪૨ ભક્તિ તારી ભૂલી જઈ અરર, હું હારી ગયો જિંદગી, વાણી આગમની સુણી નહીં કદા, જે છે સુધા વાનગી; યાત્રાઓ તીર્થે જઈ પગવડે કીધી નહીં આ ભવે, તપથી દેહ દમ્યો નહીં પરભવે મારૂં થશે શું હવે. ૪૩ આજ તારા બિંબને જોતાં નયન સફળ થયાં. પાપો બધા દૂર ગયા ને ભાવ નિર્મળ નીપજ્યાં; સંસાર રૂપ સમુદ્ર ભાસે ચુલ્લક સરખો નિશ્ચયે, આનંદ રંગ તરંગ ઉછળે પદ કમલને આશ્રયે. ૪૪ અરિહંત હે ભગવંત! તુજ પદ પવા સેવા મુજ હજો, ભવભવ વિષે અનિમેષ નયને આપનું દર્શન થજો; હે દયાસિન્ધ! દીનબન્ધ! દિવ્યદ્રષ્ટિ આપજો, કરી આપ સમ સેવક તણાં સંસાર બંધન કાપજો. ૪૫ પુરાયો હંસ પિંજરમાં, ઉડીને ક્યાં હવે જાશે, ભલેસારો અગર બુરો, નિભાવ્યો તેમ નિભવજે; કરૂં પોકાર હું તારા જપું છું રાતદિન પ્યારા, વિનંતી ધ્યાનમાં લઈને દુઃખી આ બાળ રીઝવજે. ૪૬
૧૩