________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા અનંત સુખની શીતલ છાંયડી, મૂકી ભમ્યો હું ભવ વને, અનંત દુઃખની વાટ મેં લીધી, શું કહું પ્રભુજી તમને; કરૂણાસાગર હે વિતરાગી, માગું એક જ તારી કને, ભવોભવ તાહરું શરણું હોજો, ભવસાગરથી તાર મને. ૩૩ અજબ તાહરી મૂર્તિ નિહાળી, અમૃત રસના ઝરણા વહે, ચાંદશી સોહે સૂરત તાહરી, અનાદિ કર્મોનો બંધ હરે; તેજ ભરેલા નયનો તારા, જુગ જુગ જુના ભાવ કહે, એ જિનવરના દર્શન કરવા, દિલડું મારું ગહગહે. ૩૪ જેમ સૂર્ય વિણ ના કમળ ખીલે, તેમ તુજ વિણ માહરી, હોવે કદીના મુક્તિ ભવથી, માહરી એ છે ખાતરી; જે મોર નાચે મેઘને જોઈ, તેમ હું જોઈ આપને, નાચી રહો હરખાઈ હું, મનમાં ઘરી શુભ ભાવને. ૩૫ સંસાર ઘોર અપાર છે, તેમાં ડૂબેલા ભવ્યને, હે તારનારા નાથ શું ભૂલી ગયા, નિજ ભક્તને; માહરે શરણે છે તારું, નવી ચાહતો હું અન્યને, તો પણ પ્રભુ મને તારવામાં ઢીલ કરો શા કારણે. ૩૬ મુજ નેત્રરૂપ ચકોરને, તું ચન્દ્ર રૂપે સાંપડ્યો, તેથી જિનેશ્વર આજ હું, આનંદ ઉદધિમાં પડ્યો; જેમ ભાગ્યશાળી હાથમાં, ચિંતામણી આવી ચડે, કઈ વસ્તુ એવી વિશ્વમાં, જે તેને ના સાંપડે. ૩૭ જે ભવ્ય જીવો આપને, ભાવે નમે સ્તોત્રે સ્તવે, ને પુષ્પની માળા લઈને, પ્રેમથી કંઠે હવે, તે ધન્ય છે કૃતપુણ્ય છે, ચિંતામણિ તેણે કરે, વાવ્યો પ્રભુ નિજ આંગણે, સુરવૃક્ષને એણે ગૃહે. ૩૮ જન્મ અમારો સફળ થયો છે, જિનવર તુજ મૂર્તિ દેખી, થઈ જીંદગી સફળ અમારી, વાણી તુજ લાગે મીઠી; સ્વાન્ત અમારું સફળ અમારી, વાણી તુજ લાગે મીઠી, દર્શન, જ્ઞાન ને ચરણ મળ્યાથી, ભવભ્રમણોની ભય ભાગી ૩૯
૧
૨